ગુજરાત

gujarat

ETV Bharat / city

ઝૂપડપટ્ટીની ખોલીઓના પતરાની આડમાં બનેલા ચોર ખાનામાંથી પોલીસે 305 કિલો ઝડપ્યો ગાંજો - Sale of Narcotics in Surat

સુરતમાં ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ તેમજ પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાંથી 305 કિલો 860 ગ્રામ ગાંજાનો (Surat Police Seized 305 kgs Marijuana) પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલાસે બે આરોપીઓની (Arrested two accused from Utkalnagar slum) ધરપકડ કરી હતી.

ઝૂપડપટ્ટીની ખોલીઓના પતરાની આડમાં બનેલા ચોર ખાનામાંથી પોલીસે 305 કિલો ઝડપ્યો ગાંજો
ઝૂપડપટ્ટીની ખોલીઓના પતરાની આડમાં બનેલા ચોર ખાનામાંથી પોલીસે 305 કિલો ઝડપ્યો ગાંજો

By

Published : Oct 1, 2022, 6:14 PM IST

સુરતકતારગામ પોલીસે ( Surat Crime Case) ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ તેમજ પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાંથી 30.58 લાખની કિંમતનો 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ગાંજાનો જથ્થો પૂરો પાડનાર નીલુ સાનિયા નાહક નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાનસુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સઇન સુરત સીટી અભિયાન (No Drugs Campaign in Surat) શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ (Sale of Narcotics in Surat) કરતા આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કતારગામ પોલીસને બાતમી મળી હતી કે ઉત્કલનગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ પૈકી બીલપડા ગલીમાં છેલ્લેથી ચોથી ખોલીની અંદર તથા તેની પાછળની ખોલીની બને દીવાલોની વચ્ચે પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાં ગાંજાનો (marijuana found in Utkalnagar slum) જથ્થો રહેલો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે 30.58 લાખની કિમતનો 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જત્થો, બે મોબાઈલ તેમજ રોકડ રૂપિયા 5280 મળી કુલ 30.81 લાખની મત્તા કબજે કરી હતી.

ઓછી ઉંમરના લોકો કરી રહ્યા છે ગાંજાની હેરાફેરી સમગ્ર મામલે પોલીસ કમિશનર (Surat Commissioner of Police) અજય તોમરે જણાવ્યું હતું કે,આ ઘટનામાં પોલીસે અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા મુન્ના કોંગ્રેસ પાંડી અને ઉત્કલનગર અંબાજી મહોલ્લા પાસે રહેતા દીપક ઉર્ફે આલોક અશોકકુમાર પાંડીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ઘટનામાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર નીલુ સાનિયા નાહક નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ડ્રગ્સ પેડલર અને ગાંજાનોગેરકાયદેસર વેચાણ કરનાર લોકો ઓછી ઉંમરના યુવાનોનો ઉપયોગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details