ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકો દુકાન બંધ કરાવવા બળજબરી કરે તો 100 નંબર પર કોલ કરો: સુરત પોલીસ - bharat bandh

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા મંગળવારે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે. પરંતુ સુરત ખાતે આવેલું APMC માર્કેટ રોજની જેમ રાબેતા મુજબ ચાલુ છે. માર્કેટ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઇપણ રાજકીય પક્ષ અથવા તો ખેડૂત સંગઠન દ્વારા બળજબરીથી તેને બંધ કરાવવામાં ન આવે.

લોકો દુકાન બંધ કરાવવા બળજબરી કરે તો 100 નંબર પર કોલ કરો
લોકો દુકાન બંધ કરાવવા બળજબરી કરે તો 100 નંબર પર કોલ કરો

By

Published : Dec 8, 2020, 10:25 AM IST

  • ભારત બંધ વચ્ચે પણ સુરત APMC માર્કેટ ચાલુ
  • માર્કેટ ની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    લોકો દુકાન બંધ કરાવવા બળજબરી કરે તો 100 નંબર પર કોલ કરો: સુરત પોલીસ

સુરત : ભારત બંધના એલાન વચ્ચે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું APMC માર્કેટ આજે પણ ચાલુ છે. સુરત APMC માર્કેટના સત્તાધીશો દ્વારા જાહેરાત કરાઈ હતી કે તે ભારત બંધમાં જોડાશે નહીં. સુરતમાં ભારત બંધની અસર નહિવત છે ત્યારે APMC માર્કેટ ની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. કોઈપણ ખેડૂત સંગઠન અથવા તો રાજકીય પક્ષો દ્વારા બળજબરીથી માર્કેટ બંધ ન કરાવવામાં આવે તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર APMC ની મુલાકાતે આવ્યા હતા..

બળજબરી દુકાન બંધ કરાવે તો કરો 100 નંબર પર કોલ

જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલે જણાવ્યું હતું કે શહેરમાં ભારત બંધની અસર નહિવત છે તેમ છતાં કોઈ પણ બળજબરીથી દુકાન બંધ કરાવવા માંગે તો લોકો 100 નંબર પર કોલ કરી પોલીસની મદદ મેળવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details