સુરતઃ શહેરના ઉધના સ્થિત પટેલ નગર વિસ્તારમાં શુક્રવારના રોજ વહેલી સવારે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પટેલ નગર નજીક શિવનગરમાં રહેતો અને રીક્ષા ચલાવતો તેમજ વિજીલન્સ અને ઉધના પોલીસના બાતમીદાર તરીકે કામ કરતો 22 વર્ષીય વિશાલ ઉર્ફે બાબુ ગણપતભાઈ પવાર ગુરુવારે રાત્રે 1 વાગ્યે પટેલ નગર શૌચાલય સામે કમ્પાઉન્ડમાં રીક્ષામાં સુઈ ગયો હતો. જોકે, રાત્રી દરમિયાન કોઈકે તેને ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પુના ત્રણથી ચાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તરફડીયા મારતો વિશાલ રીક્ષાની બહાર આવ્યો હતો અને ઇલેક્ટ્રોનીક્સની દુકાનની બહાર તેણે દમ તોડી દીધો હતો.
દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી - surat police informant murder case
સુરતાના ઉધના વિસ્તારમાં પોલીસના બાતમીદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટનામાં દક્ષિણ આફ્રિકા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી હતી. દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા પોલીસના બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે સોપારી લેનારા કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરંતુ બાદમાં તે સલીમની સામેની પાર્ટી સાથે ફરવા માંડતા તેણે ગદ્દારી કરી છે તેમ કહી સલીમ પટેલના દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્ર મોહસીને વિશાલની હત્યાની સોપારી કતારગામ વિસ્તારમાં રહેતા અને અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં અટકાયત કરાયેલા તેમજ ઘણા સમયથી સલીમને ત્યાં પડયા પાથર્યા રહેતા 17 વર્ષીય તરુણને આપી હતી. બાદમાં બધા મિત્ર સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો. તમામે પહેલા વિશાલને ગળે ટૂપો આપ્યો હતો અને ત્યાર બાદ તેને બે રેમ્બો છરા, ત્રિશૂલથી જીવલેણ ઈજા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉધના પોલીસે દક્ષિણ આફ્રિકાના મૌસીનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા હત્યા કરાવનાર મૌસીન સુરત રહેતી માતાના વોટ્સએપ મોબાઈલ પર કોલ કર્યો હતો. જ્યાં આરોપીને વોટ્સએપ કોલ દ્વારા જ સોપારી આપવા વાત કરતા હત્યાનો આ પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો. જો કે ઉધના પોલીસ દ્વારા હાલ આરોપી મૌસીન સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.