ગુજરાત

gujarat

ETV Bharat / city

Birthday Celebration: સુરત પોલીસને જન્મદિવસની ઉજવણી પડી ભારે, વીડિયો થયો વાયરલ - Police

સુરત પોલીસ(Police) સતત એક અઠવાડીયાથી વિવાદમાં આવી રહી છે. અગાઉ સુરત પોલીસ વિદાય સમારંભમાં વિવાદમાં આવી હતી, જ્યારે હવે પોલીસ કોન્સ્ટેબલ મહાવીર સિંહ મકવાણા પોતાના જન્મદિવસની ઉજવણી કરીને વિવાદમાં આવ્યા છે.

ETV Bharat
સુરત પોલીસને જન્મદિવસની ઉજવણી પડી ભારે

By

Published : May 28, 2021, 5:48 PM IST

  • પૂર્ણા પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યું
  • પોલીસે કોન્સ્ટેબલે જન્મદિવસની કરી ઉજવણી
  • વીડિયો થયો વાયરલ
    સુરત પોલીસને જન્મદિવસની ઉજવણી પડી ભારે

સુરતઃ શહેરમાં પોલીસે (Police)પોતાને જ ગ્રહણ લગાવ્યું હોય એમ લાગી રહ્યું છે. સતત એક અઠવાડિયાથી સુરત પોલીસ કોઈને કોઈ બાબતે વિવાદમાં આવી રહ્યું છે. પછી તે જન્મદિવસની ઉજવણી(Birthday Celebration) હોય કે વિદાય સંભારભ પોલીસ વિવાદમાં આવી રહી છે. સુરત પોલીસ(Police) એમ માનીને બેઠી છે કે, જન્મદિવસની ઉજવણીમાં અમને કોઈ નીતિ નિયમ વગેરે લાગતું નથી. કોઈ પણ પ્રસંગ હોય એમાં પોલીસ જાહેમાં DGP અને પોલીસ કમિશ્નરનો નિયમ બાજુમાં મૂકીને મન ફાવે તેમ કરે છે. લોકોની માટે જાહેરમાં કે ફાર્મ હાઉસમા જન્મદિવસ કે પછી કોઈ વિદાય સંભારભ એની માટે પરમિશન લેવી હોય છે અને પોલીસ પોતે જ રાજા બનીને જન્મદિવસની ઉજવણી કરી રહી છે.

આ પણ વાંચોઃ સુરત મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ કમિશ્નરને પત્ર, પોલીસ દ્વારા લોકો પર કરાઈ રહ્યા છે ખોટા કેસ

પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ

સુરત પૂર્ણા પોલીસ સ્ટેશન(Purna Police Station)ના કોન્સ્ટેબલ મહાવીર સિંહ મકવાણાનો ફાર્મ હાઉસમાં પોતાનો જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. હાલ જે પોતે સિંઘમની જેમ લક્સઝારિયસ ગાડીમાં ફાર્મ હાઉસમાં એન્ટ્રી સાથે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આ ઉજવણી કરીને કોન્સ્ટેબલે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કર્યો છે.

પોલીસે આપ્યું નિવેદન

આ અંગે ETV Bharat સાથે વાત કરતાં પૂર્ણા પોલીસ સ્ટેશનના PI ગાર્ડિયા દ્વારા કહેવામાં આવ્યું કે, હાલ આ વીડિયો સુરતનો છે કે પછી સુરત બહારનો છે તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ હું વધુ વિગત આપી શકીશ.

ABOUT THE AUTHOR

...view details