ગુજરાત

gujarat

ETV Bharat / city

દારૂ પીને PI ની ચેમ્બરમાં હોબાળો કરનાર રાહુલ ગાંધીની પોલીસે કરી ધરપકડ - Khatodara Police Station

સુરતમાં દારૂ પીને PI ની ચેમ્બરમાં હંગામો મચાવનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવક તાપી જિલ્લાનો એક જીંગાનો વેપારી છે. જેનો પત્ની સાથે વિવાદ ચાલતો હોવાથી સુરતના ખટોદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યો હતો. દારૂના નશામાં ધૂત વેપારી ભૂલથી પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો.

Gujarat News
Gujarat News

By

Published : Aug 24, 2021, 5:50 PM IST

  • દારૂના નશામાં ધૂત વેપારી ભૂલથી પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો
  • તાપી જિલ્લાના ઉકાઈમાં જીંગાનો વેપાર કરતો વેપારીનો પત્ની સાથે વિવાદ ચાલતો હતો
  • PI ને તમે મને બોલાવ્યો છે એમ કહી જીભાજોડી કરી હતી

સુરત: દારૂ પીને PI ની ચેમ્બરમાં હંગામો મચાવનારા એક યુવક રાહુલ ગાંધીની સુરત ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. તાપી જિલ્લાના ઉકાઈમાં જીંગાનો વેપાર કરતા વેપારી રાહુલ ગાંધીનો પત્ની સાથે વિવાદ ચાલતો હોવાના કારણે સુરતના ખટોદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યો હતો. દારૂના નશામાં ધૂત વેપારી ભૂલથી પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો. એટલું જ નહીં PI ની ચેમ્બરમાં વેપારી રાહુલ ગાંધીએ હંગામો મચાવ્યો હતો. જેથી તેની ધરપકડ કરાઇ હતી.

આ પણ વાંચો: બરોડા સ્પા સેન્ટર(Baroda Spa Center)ની 4 યુવતી સહિત 1 યુવકની દારૂ સાથે કરાઇ ધરપકડ

પોલીસે કાર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક કાર આવી હતી. કારના આગળના ભાગે પ્રેસ લખેલું હતું અને કાર ચાલક 40 વર્ષીય યુવક રાહુલ ગાંધી નશામાં ચૂર હાલતમાં કારમાંથી ઉતરી PI પટેલની ઓફિસમાં ઘુસી ગયો હતો. જ્યાં લથડીયા ખાતી હાલતમાં PI ને તમે મને બોલાવ્યો છે એમ કહી જીભાજોડી કરી હતી. જોકે રાહુલે ચિક્કાર દારૂ પીધો હતો અને તે ઊભો પણ રહી શકે તેવી હાલતમાં નહીં હોવાથી PI ના આદેશ મુજબ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની કાર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: મદિરા અને તેના પાછળની માન્યતા, જાણો મદિરાપાનની વિવિધ અવસ્થાઓ અને લક્ષણો...

યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ખટોદરા પોલીસ સ્ટેશનના PSI આર.એસ.પટેલને ફોન કરી અરજી કરવા માટે ગયો હતો પરંતુ PSI આર.એસ.પટેલને બદલે તે PI તરુણ પટેલની ઓફિસમાં ઘુસી જતા રાહુલ ગાંધી જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details