મૂળ હૈદરાબાદના બીબીનગરનું દંપતી તારાસિંહ ગુર્જર અને માધવીએ એક બાળકીને પોતાની સાથે સુરત લઈ આવ્યાં હતાં. જેથી હૈદરાબાદમાં બાળકીના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇને સુરતની કાપોદ્રા પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસ દંપતી અને બાળકીને શોધીને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
સુરતમાં હૈદરાબાદથી બાળકીનું અપહરણ કરનાર દંપતીની ધરપકડ
સુરત: શહેરની કાપોદ્રા પોલીસે એક દંપતીની ધરપકડ કરીને એક વર્ષની બાળકીને છોડાવી છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદથી એક વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જેમાં એક દંપતી હૈદરાબાદથી બાળકીનું અપહરણ કરી સુરત લઇ આવ્યા હતા. આ ઘટના અંગે હૈદરાબાદમાં ગુનો નોંધાયો હતો. જેથી કાપોદ્રા પોલીસે બાળકીને દંપતી સાથે શોધી કાઢી હતી. અપહરણકર્તા મહિલાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, માતા ભીખ માંગતી હોવાથી બાળકીને પોતાની પાસે રાખી છે. હાલ કાપોદ્રા પોલીસે એક વર્ષની બાળકી અને આરોપી દંપતીને હૈદરાબાદ પોલીસને સોંપ્યા છે.
abducting a child from Hyderabad
આ અંગે દંપતીને પૂછતાછ કરતા બાળકીને લઈ આવનાર દંપતીએ પોતાના બચાવ કરતા કહ્યું હતું કે, અમારે ત્રણ સંતાનો છે અને બાળકીની માતા દારૂ પીતી હતી અને પોતાની સાથે બાળકીને પણ ભીખ મંગાવતી હતી. આ ઉપરાંત અવાર નવાર બાળકીને માર મારતી હતી. જેથી બાળકીની સલામતી માટે અમે તેના સાથે લાવ્યાં હતાં. હાલ કાપોદ્રા પોલીસે બાળકીને સલામત રીતે હૈદરાબાદ પોલીસને સોંપી દીધી છે.