ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ - Electricity

ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના પૂણા ગામ વિસ્તારમાં ભીષણ ગરમી વચ્ચે વીજ સમસ્યાને લઇ આજે જીઈબી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો આવી પહોંચ્યાં હતાં. લોકોએ આ સમસ્યાને દૂર કરવાની સાથે જવાબદાર કર્મચારીઓ સામે 48 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ
ઉનાળાની શરૂઆત થતાં જ વીજકાપની સમસ્યાથી લોકોમાં ભારે રોષ

By

Published : Mar 13, 2021, 8:00 PM IST

  • પૂણા વિસ્તારમાં વીજકાપની સમસ્યા
  • લોકો ત્રાહિમામ થઇ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યાં
  • જવાબદાર કર્મચારીઓ સામે 48 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું
    જવાબદાર કર્મચારીઓ સામે 48 કલાકમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું

સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ વચ્ચે જીઈબીના વીજધારકોને પરેશાની ઉભી થઈ છે, કારણ કે વીજકંપની દ્વારા વીજ કાપ કરવાથી લોકો આખા દિવસ ગરમીમાં હેરાન થઇ રહ્યાં છે. આ સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ કાપોદ્રા ખાતે આવેલા વીજ કંપનીની મુખ્ય ઓફિસે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યાં હતાં. જેમાં મહિલાઓ અને પુરુષો હાજર રહ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના તમામ સોસાયટીમાં વીજ કાપથી લોકો હેરાન થઈ ગયાં છે.

આ પણ વાંચોઃ બાવળાના નાનોદરા ગામમાં GEBની બેદરકારીથી રૂ. 8 લાખનું ઘાસ બળીને ખાક

જવાબદાર કર્મચારીઓ સામે પગલાંની માગ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે, ઉના ગામમાં અસંખ્ય સોસાયટી છે. જ્યાં હાલ વીજ કાપની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજામાં લોકો ભારે હેરાન થતાં હોય છે. વીજ કાપની સમસ્યા દૂર થાય અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે એ માટે અલ્ટીમેટમ પણ આપવામાં આપ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details