ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે તો સુરતનો પરિવાર શા માટે ચિંતા કરે છે, જાણો કારણ - Surat family worried about Russia ukraine war

સુરતનો એક પરિવાર રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધના કારણે ચિંતામાં મૂકાયું (Surat family worried due to war) છે. સાથે જ આ પરિવાર ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યું છે. તેની પાછળ કયું કારણ જવાબદાર છે. તે આવો જોઈએ આ અહેવાલમાં.

યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે તો સુરતનો પરિવાર શા માટે ચિંતા કરે છે, જાણો કારણ
યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે તો સુરતનો પરિવાર શા માટે ચિંતા કરે છે, જાણો કારણ
author img

By

Published : May 26, 2022, 2:40 PM IST

Updated : May 27, 2022, 9:38 AM IST

સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 મહિનાથી યુદ્ધ ચાલી (Russia Ukraine War) રહ્યું છે. ત્યારે હવે આ યુદ્ધ મામલે સુરતનો એક પરિવાર ચિંતામાં મૂકાયો છે. તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. સુરતના કામરેજ તાલુકાનો ગુજરાતી પરિવાર શા માટે ચિંતા કરે છે. કેમ આ પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે. તેની પાછળ એક જ કારણ છે. તેના વિશે વાત કરીએ તો, સુરતના આ પરિવારના દિકરાનું હૃદય યુક્રેનની યુવતીના શરીરમાં ધબકી રહ્યું છે. એટલે આ યુદ્ધથી આ પરિવાર ચિંતામાં છે. આ પરિવાર દિકરાની યાદમાં આજે પણ રડી રહ્યો છે.

in article image
દિકરાનું હૃદય ધબકી રહ્યું છે યુક્રેનની યુવતીમાં

આ પણ વાંચો-Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ

દિકરાના અંગદાન કરી પરિવારે 5 લોકોને આપ્યું જીવનદાન -કામરેજ નજીક શ્યામ નગર સોસાયટી આવેલી છે, જેમાં દેવાણી પરિવાર પોતાના દિકરાનો ફોટો લઈ પોતાના લાડકવાયા દિકરાની યાદમાં આંસુ સારી રહ્યા છે અને આ પરિવાર કહે છે. આ ખુશીના આંસુ છે. કેમકે, તેમના લાડકવાયા દીકરાના કારણે 5 પરિવારમાં ખુશી આવી છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2017માં અમદાવાદ ખાતે દેવાણી પરિવારનો 22 વર્ષીય દિકરો અભ્યાસ માટે અમદાવાદ ગયો હતો, જ્યાં રખડતા ઢોર સાથે તેની બાઈટ અથડાતા તેને ગંભીર ઈજા થતા તેનું સારવાર (Terror of stray cattle in Ahmedabad) દરમિયાન મોત થયું હતું. ત્યારે આવી આઘાતજનક પરિસ્થિતિ વચ્ચે માતાપિતાએ પોતાના દિકરાના અંગદાનકરવાનો નિર્ણય કર્યો અને 5 જેટલા લોકોને જીવનદાન આપ્યું હતું.

આ પણ વાંચો-Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

દિકરાનું હૃદય ધબકી રહ્યું છે યુક્રેનની યુવતીમાં -યુક્રેનની યુવતીને જીવનદાન મળતાં આજે બંને પરિવાર વચ્ચે ગાંઢ સબંધ છે. પોતાના મૃત દિકરાનું હૃદય ભારતમાં મેચ ન થતા દિકરાનું હૃદય 7 સમંદર પાર જિંંદગી અને મોત વચ્ચે ઝઝૂમતી યુક્રેનની નતાલિયા નામની યુવતી સાથે મેચ થયું હતું. અને મૃત રવિ દેવાણીનું હૃદય યુક્રેનની નતાલિયાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આજે યુક્રેનની નતાલિયા સુરક્ષિત છે. સ્વસ્થ છે. કેમકે, એક ગુજરાતીનું હૃદય વિદેશી યુવતીના શરીરમાં ધબકી રહ્યું છે. તેના કારણે આજે યુક્રેન અને ગુજરાતના આ પરિવાર એકબીજાની નિકટ આવી ગયા છે. નતાલિયા ગુજરાતી પરિવારના ખબર અંતર પૂછતી રહે છે. જ્યારે આ યુવતી પરિવારને બોલાવે છે. ત્યારે પરિવારની આંખમાં ખુશીના આંસુ (Surat family worried about Russia ukraine war) આવી જાય છે.

યુદ્ધના કારણે આ પરિવાર રહે છે ચિંતામાં -રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ (Russia Ukraine War) ચાલી રહ્યું છે. અને નતાલિયા નું પરિવાર કિવ માં રહે છે.કીવમાં રશિયા દ્વારા સતત બોમ્બમારો કરાઈ રહ્યો છે, જેના કારણે કામરેજનું દેવાણી પરિવાર ચિંતા કરી રહ્યું છે અને આ ગુજરાતી પરિવાર સતત વીડિયો કોલથી સંપર્કમાં રહી નતાલિયાને ભારત આવી જવા કહી રહ્યું છે, પણ નતાલિયા પોતે સુરક્ષિત છે. તેમ છતાં દેવાણી પરિવાર નતાલિયાની સુરક્ષા ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે.

Last Updated : May 27, 2022, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details