ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા - સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પુના

ઓમિક્રોનને લઈને સુરત મનપા તંત્ર એલર્ટ (Surat Omicron Alert) મોડ પર છે. સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (genome sequencing in gujarat) ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાવમાં આવ્યા છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે કહ્યું કે, સરકારની સૂચના અને કોરોનામાં ક્યો વેરિયન્ટ છે, તે જાણવા માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે.

Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા
Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા

By

Published : Dec 13, 2021, 7:03 PM IST

  • સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પુના અને અમદાવાદ લેબોરેટરી મોકલ્યા
  • સ્મીમેરમાંથી 36 અને નવી સિવિલ હોસ્પિટલમાંથી 26 દર્દીના સેમ્પલ
  • ઓમિક્રોનને લઈને સુરત મનપા તંત્ર એલર્ટ

સુરત: ઓમિક્રોનને લઈને સુરત મનપા તંત્ર એલર્ટ (Surat Omicron Alert) મોડ પર છે. સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલાવમાં આવ્યા છે. આ ઉપરાંત લોકોને પણ તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા

કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે કહ્યું કે, સરકારની સૂચના અને કોરોનામાં ક્યો વેરિયન્ટ છે, તે જાણવા માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (genome sequencing in gujarat ) ટેસ્ટ માટે પુના અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં સિટીમાં કોરોના પોઝિટિવ આવેલા 62થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાંથી 36 અને નવી સિવિલ હોસ્પિટલમાંથી 26 દર્દીના સેમ્પલ મોકલાયા છે.

વિદેશથી આવેલા લોકોના સંપર્કમાં કોણ આવ્યુ છે ?

વિદેશથી આવેલા લોકોના સંપર્કમાં કોણ આવ્યુ છે ? એ ડાયરેક્ટ જાણ થતી નથી, તેથી સાવચેતના ભાગરૂપે તમામના સેમ્પલ મોકલવામાં આવે છે. નોંધનીય છે કે, ઓમિક્રોન વોરિયન્ટના લીધે સ્મીમેર હોસ્પિટલમાં અને સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના વિવિધ માળે બેડની વ્યવસ્થા (Preparation for omicron in surat) કરવામાં આવી છે અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:Corona In Surat: એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટિવ, 2 વર્ષનું બાળક પણ કોરોનાગ્રસ્ત

લોકોને પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ

આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.આશિષ નાયકે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ માટે 112 ટકાની કામગીરી થઇ છે. જયારે બીજા ડોઝ માટે 77 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. 5.60 લાખ લોકો હજુ પણ એવા છે કે, જેઓનો બીજો ડોઝ બાકી છે. ત્યારે તંત્ર દ્વારા આ તમામ લોકો પણ વેક્સિન લઇ લે તે માટે સવારથી જ મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરુ કરાશે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

ABOUT THE AUTHOR

...view details