- B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં PGDMLTમાં પ્રવેશ આપવામાં આવતો નથી
- વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓના B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં પ્રવેશ આપવામાં આવતો નથી. NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યોને આ વાતની જાણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી PGDMLTની સીટમાં વધારો નહિ કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતા
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવા આવતો નથી તે વાતને લઈને NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ દેશ જયારે એમ વાતો કરે છે બેટી પઢાઓ જેવી વાતો કોઈ જ કામ નહીં આવે અને જો આ વિદ્યાર્થીનીઓને PGDMLTની સીટમાં વધારો નહીં કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતાઓ છે. આથી અમારી યુનિવર્સિટીના કુલપતિને નમ્ર વિનંતી છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના PGDMLTના સેન્ટરો ઉપર સીટમાં વધારો કરવામાં આવે.