- Surat NSUI દ્વારા સરસ્વતી હિન્દી કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત
- ફી ન ભરનારા વિદ્યાર્થીઓને અપાયા 0 માર્ક્સ
- કોલેજ સામે VNSGU કોઈ પગલાં લેતું નથી તેવો Surat NSUIનો આક્ષેપ
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( Veer Narmad South Gujarat University )માં બુધવારના રોજ Surat NSUI ( National Students' Union of India ) દ્વારા શહેરની સરસ્વતી હિન્દી કોલેજ ( Shree Saraswati Hindi Mahavidyalaya ) દ્વારા જે વિદ્યાર્થીઓ એ ફી ભરી ન હતી, તેવા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ પરીક્ષામાં 0 માર્કસ આપવામાં આવ્યા છે. બુધવારના રોજ આ બાબતને લઈને Surat NSUI ( National Students' Union of India ) દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( Veer Narmad South Gujarat University )ના કુલપતિને આવી કોલેજ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ફી ન ભરનારા વિદ્યાર્થીઓને અપાયા 0 માર્ક્સ
સુરત શહેરમાં આવેલી અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( Veer Narmad South Gujarat University ) સંલગ્ન સરસ્વતી હિન્દી કોલેજ ( Shree Saraswati Hindi Mahavidyalaya ) દ્વારા જે વિદ્યાર્થીઓએ ફી ભરી ન હતી, તેવા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ પરીક્ષામાં 0 માર્કસ આપવામાં આવ્યા છે, અને એવા ઘણા વિદ્યાર્થીઓ સાથે આમ કરવામાં આવ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( Veer Narmad South Gujarat University ) દ્વારા કોલેજ ફીમાં 12 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ છતાં સુરત શહેરની અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હજૂ પણ પોતાની મનમાની કરે છે. આવી કોલેજ સામે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી( Veer Narmad South Gujarat University ) દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, તેવો આક્ષેપ Surat NSUI દ્વારા કરવામાં આવ્યો છે.
Surat NSUIની શું છે માગ?