- વર્લ્ડ બેંક રૂપિયા 1400 કરોડની ગ્રાન્ટ આપવા તૈયાર
- સુરત મનપા અને વર્લ્ડ બેંક સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ માટે ડીપીઆર પણ બનાવશે
- કુલ 66kmના વિસ્તારને રિવરફ્રન્ટ અને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો
સુરત : તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક રૂપિયા 1400 કરોડની ગ્રાન્ટ આપવા તૈયાર થઈ છે. આ માટે આગામી દિવસોમાં સુરત મનપા કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે વર્લ્ડ બેંકના અધિકારીઓ ઓનલાઇન મિટીંગ કરશે. મહત્વની બાબત એ છે કે, સુરત મનપા અને વર્લ્ડ બેંક સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ માટે ડીપીઆર પણ બનાવશે. સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શનલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે.
આ પણ વાંચો- સાત વર્ષ બાદ તાપી નદી પર તૈયાર થયો આ બ્રિજ, CM રૂપાણી કરશે ઉદ્ઘાટન
તાપી નદી શહેરની વચ્ચેથી માંડીને ગાયપગલા સુધી છલોછલ ભરેલી દેખાશે
રૂઢ અને ભાટા વચ્ચે નદી પર 13 મીટરની હાઈટનો બેરેજ બન્યા બાદ તાપી નદી શહેરની વચ્ચેથી માંડીને ગાયપગલા સુધી છલોછલ ભરેલી દેખાશે. તેથી તાપી નદીના કિનારા પર બન્નેે બાજુ બે 33km મળીને કુલ 66kmના વિસ્તારને રિવરફ્રન્ટ અને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના 3904 કરોડના અંદાજને સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઇ ચૂકી છે. સુરત માટે મહત્વકાંક્ષી એવા આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંકે ફંડિંગ કરવા માટે બતાવેલી તૈયારીમાં વધુ એક કદમ આગળ વધાર્યું છે.