ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં દારૂની મહેફિલનો કેસ: 39 આરોપીઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો - આશીર્વાદ ફાર્મ

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આશીર્વાદ ફાર્મ પર લિપ ઈયર પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા આશરે 39 યુવકોને સોમવારના રોજ તેમના રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાયા હતાં. જ્યાં તમામને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવનો આદેશ થતા કોર્ટની બહાર ઊભેલા તમામ વાલીઓએ હોબાળો શરૂ કરી દીધો હતો. મુખ્ય આરોપી ગગન ઢીંગરાના વકીલ સામે વાલીઓએ રોષ વ્યકત કર્યો હતો.

સુરતમાં દારૂની મહેફિલનો કેસ: 39 આરોપીઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો
સુરતમાં દારૂની મહેફિલનો કેસ: 39 આરોપીઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો

By

Published : Mar 2, 2020, 3:30 PM IST

Updated : Mar 2, 2020, 7:32 PM IST

સુરતઃ શહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓના વાલીઓએ હોબાળો કરતાં જજની મુલાકાત કરવાની માગણી કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં આ સાથે મુખ્ય આરોપી ગગન ઢીંગરાના વકીલ દ્વારા જજને તમામ 39 યુવકો પણ આરોપી હોય એવી દલીલ કરવામાં આવી હોય એવો આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તમામ વાલીઓ પોતાના બાળકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવના કોર્ટના આદેશથી રોષે ભરાયા હતાં.

Last Updated : Mar 2, 2020, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details