સુરતઃ શહેરના એક વિસ્તારમાં મહિલા દિવસ એટલે 8મી માર્ચના રોજ આઠ વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ ગુજરાવવામાં આવ્યું હતું. માસૂમ બાળકીને રૂપિયા આપવાની લાલચે દુષ્કર્મ થયું હતું. બાળકીની માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વ મહિલા દિને સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમ અફરોજ ઝડપાયો - બાળકી સાથે દુષ્કર્મ
વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી સમયે સુરતના એક વિસ્તારમાં 8 વર્ષીની બાળકી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. રૂપિયાની લાલચ આપી માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર નરાધમ દુકાનદાર અફરોજ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે.
આઠ વર્ષની બાળા પર આરોપી અફરોજ ખાને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જ્યારે આરોપીના દુકાને ગઈ હતી ત્યારે આરોપીએ બાળકીને કહ્યું હતું કે, 'મે તેરે કો પૈસા દૂંગા, મેં દસ રૂપિયા દુંગા' તેમ કહી હાથ પકડી ખેંચી પોતાના ઘરે રૂમમાં લઈ જઈ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બાળકી સાથે થયેલ હેવાનીયતના બનાવ અંગે જ્યારે પરિવારને જાણ થઈ, ત્યારે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અઠવા પોલીસે ફરિયાદના આધારે આરોપી અફરોજ ખાન પઠાણની પોસ્કો એક્ટ હેટળ ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.