સુરતઃ શહેરમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ (Surat Hijab Controversy) સર્જાયો હતો. અહીં 4થી 5 જેટલી વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને પરીક્ષા (Surat Hijab Controversy) આપવા આવી હતી. ત્યારે હિન્દુ સંગઠનો પરીક્ષા સ્થળે આવી પહોંચ્યા હતાં. જોકે, વિવાદ વધતા પોલીસે 12 જેટલા સભ્યોની અટકાયત (Surat Police detained Protestors) કરી હતી.
આ પણ વાંચો-સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી ઓક્યું ઝેર, કહ્યું - "હિજાબ ઘરમાં પહેરવું જોઈએ, કારણ કે..."
વિવાદ સર્જાય તે પહેલા પોલીસે 12 લોકોની કરી અટકાયત
સુરતમાં પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા લેવાઈ રહી હતી. ત્યારે હીરાબાગ વિસ્તારમાં આવેલા પી. પી. સવાણી શાળા સેન્ટરમાં 4થી 5 જેટલી વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને પરીક્ષા (Surat Hijab Controversy) આપવા આવી હતી. તે સમયે વિવાદ થયો હતો. સ્થાનિક લોકોએ આ અંગે જાણકારી હિન્દુ સંગઠનને માહિતી આપી હતી. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અન્ય સંગઠનોના સભ્ય સ્કૂલની બહાર એકત્રિત થઈ ગયા હતા. તેઓ સ્કૂલની અંદર જાય તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી અને 12થી વધુ સભ્યોની અટકાયત (Surat Police detained Protestors) કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ પરીક્ષા ધોરણ 9 પછી લેવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી આ પરીક્ષા 2 તબક્કામાં થાય છે. પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે.