- સુરતમાં ઈલેકટ્રિક વાહનો માટેની પોલિસી પણ તૈયાર કરવામાં આવી
- શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે
- મનપા દ્વારા શહેરમાં 500 જેટલા ચાર્જીગ સ્ટેશનો બનાવવાનું પણ આયોજન છે
સુરત : શરૂઆતના તબક્કામાં મનપાના 20 ટકા વાહનો ઈલેકટ્રિક મળશે, જે લડ્યાંક આગામી જુન 2025 સુધીમાં મનપા પૂર્ણ કરવા ધારે છે, ત્યારબાદ આ ટકાવારી વધારવામાં આવશે. ઈલેકટ્રિક વાહનો માટે મનપા દ્વારા ( Policy for electric vehicles ) વિવિધ પ્રોત્સાહનો અને સુવિધાઓ આપવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઈલેકટ્રિક વાહનોને મનપાના પે એન્ડ પાર્કમાં પ્રથમ ત્રણ વર્ષ વિનામૂલ્ય પાર્કિંગનો લાભ પન્ન આપવામાં આવશે. શહેરમાં ક્લિન ઊર્જાનો વધુમાં વધુ ઉપયોગ થાય અને શહેરનાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો થાય તે છે. શહેરમાં પ્રદૂષણની માત્રા ઓછી કરવા માટે સુરત મનપા દ્વારા વિવિધ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવામાં આવશે. આ માટે મનપા ( Surat Corporation ) દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવવામાં આવી છે.
3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે
વ્હીકલ ટેક્સમાં માફી સહિત વિવિધ પ્રોત્સાહનો સાથેની ઇલેક્ટ્રિકલ્ડિક્લ પોલિસી ( Policy for electric vehicles ) બનાવી, 2025 બાદ તબક્કાવાર ‘ઇવી’ વાહનોની ટકાવારી વધારવામાં આવશે. બીજા વર્ષે 75 ટકા ત્રીજા વર્ષે 50 ટકા તેમજ ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી 25 ટકા માફી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનોને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્મુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. જે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.
40,000 ઇલેક્ટ્રિક હીકલ પરિવહન સેવામાં સામેલ થશે