ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Grishma Murder Case: સુરતના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોએ મૃતક યુવતીના પરિવારને મળીને આપી સાંત્વના - સુરતમાં યુવતીની છેડતી

સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહ સહિતના અગ્રણીઓ (Businessmen and social leaders from Surat)એ ગ્રિષ્મા વેકરીયાના પરિવારને મળીને સાંત્વના આપી હતી. કાપોદરામાં એક તરફી પ્રેમમાં ગ્રિષ્મા વેકરીયાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.

Surat Grishma Murder Case: સુરતના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોએ મૃતક યુવતીના પરિવારને મળીને આપી સાંત્વના
Surat Grishma Murder Case: સુરતના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોએ મૃતક યુવતીના પરિવારને મળીને આપી સાંત્વના

By

Published : Feb 16, 2022, 9:12 PM IST

સુરત: પાસોદરા ખાતે જાહેરમાં થયેલી યુવતીની હત્યા (Surat Grishma Murder Case)ના પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીના પરિવારની સામાજિક, રાજયકીય નેતાઓ તેમજ અગ્રીણીઓ (Businessmen and social leaders from Surat) મુલાકાત કરી રહ્યા છે. મૃતક યુવતીના પરિવારની વરાછા વિસ્તારના સામાજિક અગ્રણીઓ (social leaders from varachha)એ મુલાકાત લીધી હતી.

સામાજિક અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી

સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, વેલજી ભાઈ (સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ સુરત), લાલજીભાઈ પટેલ (ધર્મન્દન), કાનજીભાઈ ભલાલા (President of Saurashtra Patidar Samaj), મથુરભાઈ સવાણી (Kiran hospital surat), નાનુભાઈ વેકરિયા (President of the Diamond Association), મોહનભાઇ વેકરિયા (વેકરિયા પરિવાર પ્રમુખ), સી.પી વનાની (Diamond hospital surat), સવજી ભાઈ વેકરિયા (વિશ્વ ગુજરાતી સમાજ પ્રમુખ), ભાવન ભાઈ સાસપરા (Chairman of Varachha Bank), ભૂપત ભાઈ કનાળા (આહિર સમાજ આગેવાન), હરિભાઈ કથેરિયા (લોક સમર્પણ બ્લડ બેંક), પી.બી ઢાકેચિયા (પૂર્વ ચેરમેન વરાછા બેંક), બાબુભાઇ કથેરિયા (સમાજ અગ્રણી), કાંતિભાઈ ભંડેરી (પૂર્વ નગરસેવક)એ પરિવારને મળી સાંત્વના આપી હતી.

આ પણ વાંચો:Murder In Surat: સુરતમાં છેલ્લા 14 દિવસમાં હત્યાની 10 ઘટનાઓ, એડી સીપી શરદ સિંઘલે કહ્યું- મોટાભાગના આરોપી પરપ્રાંતીઓ

શું હતી સમગ્ર ઘટના?

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા (pasodara patiya surat) પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રિષ્મા નંદલાલ વેકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનિલ પંકજ ગોયાણી નામનો યુવક ગ્રિષ્મા સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તે યુવતી (Harassment Of Girl In Surat)ને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરાતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. જો કે ગત 12 તારીખે સાંજના સમયે યુવક 2 ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો:Surat Grisma Murder Case: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો અમે કોલર પકડીને રાજીનામું અપાવીશુંઃ જગદીશ ઠાકોર

યુવકે હાથની નસ કાપી નાંખવાનું નાટક કર્યું

યુવકે યુવતીના મોટા પિતા પર હુમલો કરતા તેમને બચાવવા યુવતી પડી હતી, ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો (Crime In Surat) કરી દીધો હતો અને બાદમાં ગળા ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસના માણસો ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા. જો કે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમજ પોતાના હાથની નસ કાપી નાખવાનુ નાટક કર્યું હતું. તેણે ફક્ત હાથની ચામડી જ કાપી હતી.

ABOUT THE AUTHOR

...view details