- સુરતની હોસ્પીટલોમાં ફાયર વિભાગની કાર્યવાહી
- 800 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો સર્વે
- હોસ્પિટલોમાં મોકડ્રીલનું પણ થયું આયોજન
સુરત : રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરતમાં ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતની તમામ હોસ્પીટલોમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહિ તે અંગે તપાસ કરી મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
111 હોસ્પિટલ પાસે જ ફાયર NOC હોવાનું સામે આવ્યું
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરતનું તંત્ર હરકતમાં આવી ગયું છે. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની 800 જેટલી હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમજ હોસ્પિટલોમાં ફાયર દ્વારા વાયરિંગ અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માત્ર 111 હોસ્પિટલ પાસે જ ફાયર NOC હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તમામ હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
રાજકોટની આગની ઘટના બાદ સુરતનું ફાયર તંત્ર હરકતમાં, હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન મોટી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન
આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા સુરતની અલગ અલગ મોટી હોસ્પિટલોમાં કોઈ દુર્ઘટના બને તો હોસ્પિટલના સ્ટાફે અને દર્દીઓએ શું શું તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે. સુરતના વેસુ રોડ પર આવેલી સનસાઈન હોસ્પિટલમાં પણ આવી જ એક મોકડ્રીલ યોજાઈ હતી.