ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Donate Life Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ - Message on Kites 2022

સુરતમાં ઉત્તરાયણના એક જ દિવસમાં 5 લાખ લોકો સુધી અંગદાનની જાગૃતિ પતંગના માધ્યમથી પહોંચાડાશે. ડોનેટ લાઈફ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિ માટે ખાસ મહાઅભિયાન (Surat DonateLife Drive) શરૂ કરવામાં આવ્યું છે.

Surat DonateLife Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ
Surat DonateLife Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ

By

Published : Jan 12, 2022, 4:42 PM IST

Updated : Jan 12, 2022, 7:01 PM IST

સુરત : અંગદાન મહાદાન જાગૃતિ માટે ખાસ મહા અભિયાન (Surat DonateLife Drive) શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વ પર (Makarsankranti 2022) એટલે એક જ દિવસમાં પાંચ લાખ લોકો સુધી અંગદાનની જાગૃતિ પતંગના માધ્યમથી (Message on Kites 2022) પહોંચશે. ઉત્તરાયણના પર્વ પર અમદાવાદથી લઇને મુંબઇ સુધીના લોકો અંગદાન અંગેના સંદેશવાળા (Donate Life 2022) પતંગ ચગાવશે.

ના રહેંગે હમ, ફિર ભી રહેંગે હમ". અંગદાન માટે ખાસ જાગૃતિ જનજન સુધી પહોંચે આ માટે આ સંદેશો

અમદાવાદથી લઈ મુંબઈ સુધી વિતરણ

ના રહેંગે હમ, ફિર ભી રહેંગે હમ". અંગદાન માટે ખાસ જાગૃતિ જનજન સુધી પહોંચે આ માટે આ સંદેશો (Message on Kites 2022) પતંગ ઉપર અંકિત કરવામાં આવ્યો છે. ઓર્ગન ડોનેશન માટે કાર્યરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનની જનજાગૃતિ (Surat DonateLife Drive) માટે અંગદાન જીવનદાનના સંદેશા (Donate Life 2022) સાથેના પતંગોનું વિતરણ અમદાવાદથી લઈ મુંબઈ સુધી (Makarsankranti 2022) કરવામાં આવી રહ્યું છે.

અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિનો ઉદ્દેશ

ડોનેટ લાઈફ સંસ્થાના સંસ્થાપક નીલેશ માંડલેવાલા એ જણાવ્યું હતું કે એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ અંગદાન (Donate Life 2022) ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે રાજ્યમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને સમગ્ર રાજ્યમાં દાન કરવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે (Surat DonateLife Drive) તે માટે આ ખાસ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક જ દિવસમાં અમદાવાદથી લઈને મુંબઈ સુધી લોકો ખાસ સંદેશાવાળી પતંગ (Message on Kites 2022) ચગાવશે.

આ પણ વાંચોઃ World Heart Day : યુએઈ, યુક્રેન અને રશિયા સહિત ભારતના અન્ય શહેરોમાં ધબકે છે 36 સુરતીઓના હૃદય

1 લાખ પતંગ પોલીસ, ડોક્ટર, ફ્રન્ટલાઈન વોરિયર સહિતના લોકોને આપ્યાં

અંગદાન માટે અનેક અભિયાનો કરવામાં આવ્યા છે, પરંતુ સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા (Surat DonateLife Drive) ઉત્તરાયણ પર્વ પર લાખો લોકો સુધી અંગદાનનું (Donate Life 2022) મહત્વ પહોંચાડવા માટે પતંગને માધ્યમ બનાવવામાં આવ્યા છે. આકાશ માર્ગે આ પતંગ લાખોની સંખ્યામાં લોકો સુધી પહોંચશે. નીલેશ માંડલેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ ખાસ સંદેશાવાળા (Message on Kites 2022) 1 લાખ પતંગ પોલીસ, ડોક્ટર, ફ્રન્ટલાઈન વોરિયર સહિતના લોકોને આપ્યા છે. ઉત્તરાયણના પર્વ (Makarsankranti 2022) પર જ્યારે લોકો એક લાખ પતંગ ચગાવશે ત્યારે આ 5 લાખ લોકો સુધી પહોંચશે. સુરત સહિત ગુજરાતના જુદાજુદા શહેરોમાં અને મુંબઈમાં આ પતંગનું વિતરણ કરાયું છે. જે વ્યક્તિ પતંગ ઉડાવે છે તે પતંગ પર લખેલો અંગદાનનો સંદેશ વાંચે છે, અને એ પતંગ કપાઈને બીજી વ્યક્તિ પાસે જાય છે ત્યારે તે પણ અંગદાન જીવનદાનનો સંદેશો વાંચે છે.

આ પણ વાંચોઃ સુરતમાં 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બન્ને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

Last Updated : Jan 12, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details