ગુજરાત

gujarat

By

Published : Sep 15, 2022, 10:16 PM IST

Updated : Dec 5, 2022, 10:18 AM IST

ETV Bharat / city

પ્રેરણારૂપ કિસ્સોઃ ઘરેથી તરછોડાયેલી દિવ્યાંગ મહિલા પગભર થઈને પરિવારને કરે છે આર્થિક મદદ

સુરત મનપા અને જ્યોતિ સામાજિક સંસ્થા (Surat Municipality and Jyoti Social Society) દ્વારા ચલાવવામાં આવતા શેલ્ટર હોમમાં 30 વર્ષીય રૂકસાનાનો સંઘર્ષ એ એક દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ છે. આ 30 વર્ષીય મહિલાએ શેલ્ટર હોમમાં રહીને કેલિગ્રાફી શીખી પોતાના પગભર (Surat disabled woman become self dependent) બની ગઈ છે. આજે પરિવારને જરૂર હોય ત્યારે આર્થિક રીતે મદદ પણ કરે છે.

સુરતના શેલ્ટર હોમમાં રહેતી આ દિવ્યાંગ મહિલા થઈ પગભર, કરી શકે છે પોતાના પરિવારને આર્થિક મદદ
સુરતના શેલ્ટર હોમમાં રહેતી આ દિવ્યાંગ મહિલા થઈ પગભર, કરી શકે છે પોતાના પરિવારને આર્થિક મદદ

સુરતસંઘર્ષએ દરેકના જીવનનો એક ભાગ છે. સંઘર્ષ વગર કોઈપણ વ્યક્તિની જિંદગી પૂરી થતી નથી, પરંતુ એ સંઘર્ષ ત્યારે વધી જતો હોય છે, જ્યારે તે સંઘર્ષમાં ઘર પરિવારનો સાથ ન હોય અને શારીરિક ખામી પણ હોય. આ તમામ મુસીબતોને પાર કરીને જ્યારે તમે કોઈ મંઝિલ મેળવો ત્યારે તેને ખુશી કઈ અલગ જ હોય છે અને આવો જ એક સંઘર્ષ શારીરિક રીતે દિવ્યાંગ રૂકસાનાનો છે. જેને નાનપણમાં જ પરિવાર દ્વારા દિવ્યાંગહોવાથી એક NGOમાં મૂકી દેવામાં આવી હતી, પરંતુ આજે એજ રૂકસાના જિંદગીના સંઘર્ષ થકી પરિવારના (Surat disabled woman become self dependent) સપોર્ટ વિના પગ પર ઉભી થઈ છે.

કલકત્તાની NGOમાં બારમા સુધી અભ્યાસ સુરત મનપા અને જ્યોતિ સામાજિક સંસ્થા (Surat Municipality and Jyoti Social Society ) દ્વારા ચલાવવામાં આવતા શેલ્ટર હોમમાં (Surat Shelter Home) રહેતી 30 વર્ષીય રૂકસાનાનો સંઘર્ષ એ દરેક દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ છે. 30 વર્ષની રુકસાનાએ કહ્યું કે, હું બિહારની વતની છું. જન્મથી જ હું દિવ્યાંગ હોવાથી મારા માતા પિતાએ મને કલકત્તાની એક NGOમાં મૂકી દીધી હતી. કલકત્તાની NGOમાં મેં બારમા સુધી અભ્યાસ (Kolkata NGO Study) કર્યો અને ત્યાં કામ પણ કર્યું હતું. NGOના નિયમ પ્રમાણે જ્યારે છોકરી અઢાર વર્ષની થાય ત્યારે તેને પરત ઘરે મોકલી આપવામાં આવતી હોય છે. તેથી મને પણ ઘરે જવા કહ્યું.

કેલિગ્રાફી શીખીઘરે પણ એવું હતું કે, હું દિવ્યાંગ હોવાથી બોજ સમજતા હતા. તેથી મેં વિચાર્યું કે હું કોઈના પર બોજ નહીં બનીશ પણ જાતે પગભર થઈશ. હું ઉતરાખંડ ગઈ અને ત્યાં પણ નોકરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુરતમાં જ રહેતા અને દિવ્યાંગ સંસ્થામાં કામ કરતા મારા એક મિત્ર થકી હું સુરત આવી. સુરતના આ શેલ્ટર હોમમાં મને રહેવાનું મળ્યું હતું.

અપંગ અને દિવ્યાંગ લોકોને કામ અને શિક્ષા સહાયક નામક એક સંસ્થા કે જે મારા જેવા દિવ્યાંગ લોકોને કામ અને શિક્ષા આપે છે. તેમાં જોડાઈ અને કેલિગ્રાફી શીખી. એક મહિનાની ટ્રેનિંગ બાદ હું કેલિગ્રાફીનું (Calligraphy Training Jyoti Social Institute) કામ કરતી થઈ ગઈ હતી. આજે મહિને સારું કમાઈ શકું છું. હું અહીં જ શેલ્ટર હોમમાં રહીને કામ કરૂં છું. આજે મારા પરિવારને જ્યારે જરૂર હોય ત્યારે હું તેને અહીંથી મારા ગામ પૈસા મોકલું છું. આજે હું કોઈના પર બોજ નથી પણ પગભર છું. હવે હું સારો જીવનસાથી મળશે તો લગ્ન પણ કરીશ.

Last Updated : Dec 5, 2022, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details