ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત - મજૂરો નીચે પટકાયા

સુરતના ડાયમંડ બુર્સ (Surat diamond bourse)માં છઠ્ઠા માળે અચાનક રોપ-વેનો (ropeway broken at diamond bourse) ઝૂલો તૂટી પડતા કામ કરી રહેલા 3 મજૂરો નીચે પટકાયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું, જ્યારે અન્ય 2ની સારવાર ચાલી રહી છે. ત્રણેય મજૂરો 2થી 3 દિવસ પહેલાં જ કામ પર જોડાયા હતા.

Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત
Surat diamond bourse: છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા, એકનું મોત

By

Published : Nov 27, 2021, 9:10 PM IST

  • છઠ્ઠા માળે અચાનક રોપ-વેનો ઝૂલો તૂડ્યો
  • 1 મજૂરનું મોત, 2 મજૂરોની સારવાર ચાલી રહી છે
  • મજૂરોને કામે આવ્યે 2થી 3 દિવસ જ થયા હતા

સુરત: શહેરના ખજોદગામમાં બની રહેલા ડાયમંડ બુર્સ (Surat diamond bourse)માં આજ રોજ બપોરે બુર્સના છઠ્ઠા માળે રોપ-વેનો ઝૂલો તૂટતાં (ropeway broken at diamond bourse) કામ કરતા 3 મજૂરો નીચે પટકાતા સારવાર દરમિયાન એકનું મોત થયું હતું તથા અન્ય 2 કારીગરોને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે ખટોદરા પોલીસે (khatodara police diamond bourse case) અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

છઠ્ઠા માળેથી અચાનક ઝૂલો તૂટી પડ્યો

ખજોદગામમાં બની રહેલા ડાયમંડ બુર્સમાં 27 નવેમ્બરના બપોરે 12:30 વાગ્યે બુર્સના અંદરના ભાગે છઠ્ઠા માળે રોપ-વે (surat diamond bourse Ropeway)ના ઝૂલા ઉપર 3 કારીગરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ કોઇ કારણોસર રોપ-વેનો ઝૂલો તૂટતાં કામ કરતા 3 મજૂરો નીચે પટકાયા (labour fell down from ropeway) હતા. ત્યારબાદ ત્રણેય કારીગરોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ (admitted in private hospital) કરવામાં આવ્યા હતા.

છઠ્ઠા માળેથી રોપ-વેનો ઝૂલો તૂટતાં 3 મજૂરો પટકાયા

કામ પર જોડાયે 2થી 3 દિવસ જ થયા હતા

સારવાર દરમિયાન એક કારીગરનું મોત થયું હતું. અત્યારે બીજા 2 કારીગરોની સારવાર ચાલી રહી (laborers are undergoing treatment) છે. ઘટનાસ્થળે ઝૂલો, 3 હેલ્મેટ, બૂટ તથા લોહીના ડાઘા મળ્યા હતા. આ વિશે જણાવતા વોચમેન રમેશે જણાવ્યું કે, "આ કર્મચારીઓને 2થી 3 દિવસ થયા હતા. હું અહીં વોચમેન છું. 12:30 વાગી રહ્યા હતા પછી અચાનક ઝૂલો તૂટી પડ્યો હતો. આ ઝૂલામાં 3 જણ હતા. આ 3 જણ નવા કર્મચારીઓ હતા. તેમને 2થી 3 દિવસ થયા હતા."

પ્લાયવૂડ ફિનિશિંગનું કામ આપવામાં આવ્યું હતું

આ બાબતે ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સારવાર દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જીવલાલ ચેરો છે, જેને ડાયમંડ બુર્સમાં કામ કરતાં 2થી 3 દિવસ થયા હતા અને PSP કંપની હેઠળ કામ કરી રહ્યા હતા. તેઓ એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા. આ 3 કર્મચારીઓને બહારથી પ્લાયવૂડ ફિનિશિંગનું કામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા AAP નેતા ઈસુદાન ગઢવી, કહ્યું- લોકો કહેશે તો આગામી સમયમા મોટું આંદોલન કરીશું

આ પણ વાંચો: Surat Crime : વહુ ઉપર સસરાએ ગરમ પાણી ફેકતા પીઠના ભાગે દાઝી, પોલિસ ફરિયાદ નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details