ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Crime Case: ના હોય, શું હવે સુરતમાં પોલીસ પણ અસુરક્ષિત?

ઉમરપાડાના સેલવાન પાટિયા નજીક GRD જવાન પર હુમલો (Attack GRD Jawan in Umarpada) થતાં સનસનાટી ફેલાઈ છે. હુમલો કર્યા બાદ અજાણ્યા શખ્સો ગણતરીના સમયમાં રફુચક્કર થઈ ગયા હતા. તેમજ GRD જવાનો પર ભયંકર (Surat Crime Case) હુમલો થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Surat Crime Case: ના હોય, શું હવે સુરતમાં હવે પોલીસ પણ અસુરક્ષિત?
Surat Crime Case: ના હોય, શું હવે સુરતમાં હવે પોલીસ પણ અસુરક્ષિત?

By

Published : Jun 15, 2022, 11:31 AM IST

સુરત :રાજ્યમાં ક્રાઇમની ઘટના દિવસેને દિવસે સતત વધી રહી છે. જેમાં સુરત શહેરની વાત કરવામાં આવે તો હવે સુરતમાં લુટફાટ, હત્યા, હુમલો ચોરી જેવા ક્રાઈમો સામાન્ય થતા (Attacker in Surat) જોવા મળે છે. મહિમા લગભગ 6-7 દિવસ એવા હશે કે જેમાં સુરતમાં ક્રાઈમની ધટના ના બની હોય, ત્યારે સુરત જિલ્લાનાઉમરપાડા તાલુકાના સેલવાન પાટિયા પાસે (Attack GRD Jawan in Umarpada) હુમલાની ઘટના સામે છે. GRDના જવાનો પર હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ પણ વાંચો :Surat Police Spa Raid: સ્પાના બોર્ડ પાછળ કરાતા કાળા કાંડનો આ રીતે થયો પર્દાફાશ

શું હતો બનાવ -ઉમરપાડા તાલુકાના સેલવાન પાટિયા નજીક ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં (Attack Case in Surat) ફરજ બજાવતા દિલીપ ગંભીર વસાવા અને હિંમત ગંભીર વસાવા બન્ને સગા ભાઈ ઘરેથી નોકરીએ નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પર કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ આવી બન્ને ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ ગણતરીની સેકન્ડમાં હુમલાખોર રફુચક્કર થઈ ગયા હતા. ગંભીર હુમલાથી બંને ભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પોલીસ કર્યો ચક્રો ગતિમાન - મળતી માહિતી અનુસાર કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ આવી (Attack on Selvan Patiya) બન્ને ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. તેને લઈને આ બંને જવાનોને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસને આ બાબતે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, હાલ ઉંમરપાડા પોલીસે ત્રણ અજાણ્યા હુમલા ખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી લેવા (Surat Crime Case) ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details