- સુરતમાં બની હતી બાળકી પર દુષ્કર્મની ઘટના
- આરોપી બાળકીને ગણેશ મંડપમાંથી લઈ ગયો હતો
- દુષ્કર્મ બાદ ગળું ઘોંટી હત્યા કરી હતી
સુરતઃ એપીપી કિશોર રેવલીયા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો સાક્ષીઓની જુબાની અને મેડિકલ પુરાવાને કોર્ટ ગ્રાહ્ય રાખ્યાં હતાં. આ સાથે આરોપી પ્રકાશ વસાવાને કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપી પ્રકાશ વસાવા જેલમાં કુદરતી રીતે મૃત્યુ નહીં પામે ત્યાં સુધી એટલે કે, છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો. આરોપી પ્રકાશ વસાવાને કસૂરવાર ઠેરવી કોર્ટે ફટકારેલી અંતિમ શ્વાસ સુધીની સજાનો કુલ 237 પાનાંનો ચુકાદો જાહેર કર્યો હતો. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, બાળાના મોતથી કુટુંબે તેમનું બાળક ગુમાવ્યું નથી પરંતુ એક સુશિક્ષિત નાગરિક બની શકે તેવા સંજોગો હતા.
- તપાસ કરનાર અધિકારીઓ તરફથી બેદરકારી અને નિષ્કાળજી
સેશન્સ જજ પી. એસ. કાલે આરોપીને જેલની ફટકારેલી સજાના જાહેર કરેલા ચુકાદામાં તપાસનીશ અધિકારીઓ વિરુદ્ધ પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના સુરેન્દ્ર પાલ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને રાજેન્દ્ર પ્રહલાદ રાય વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાને ધ્યાને લઇ આ કેસમાં પણ તપાસ કરનાર અધિકારીઓ તરફથી બેદરકારી અને નિષ્કાળજી રાખવા આવી હોવાનું જણાવી તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
- કોર્ટને રિપોર્ટ કરવા હુકમ
આગામી ત્રણ માસમાં ખાતાકીય કાર્યવાહી કરી અત્રેની કોર્ટનો રિપોર્ટ કરવા હુકમ જણાવ્યું હતું કે, કંઈક ઓફિસ સુરત પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને મોકલી આપવા ઠરાવ્યું હતું.
બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી - સૂરત પોલિસ
ઉમરપાડા ખાતે પાંચ વર્ષ અગાઉ ગણેશ ઉત્સવ દરમિયાન બાપાના મંડપ સામે ગરબે ઝૂમતી સાત વર્ષીય માસૂમને લોકોની નજર ચૂકવી ઉઠાવી જઇ દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. બાળકી પર દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરનારા નરાધમને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. રેપ વિથ મર્ડરના આરોપી પ્રકાશ નવીન વસાવાને મરતે દમ તક સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત નાલસા પીડિત વળતર યોજના અંતર્ગત બાળકીના માતાપિતાને 10 લાખ રૂપિયા વળતર ચૂકવી આપવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને હુકમ કર્યો હતો.
બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા આરોપીને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી