ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત કોંગ્રેસે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી, જાણો શું છે કારણ... - સુરત કોંગ્રેસની ચીમકી

સુરત શહેર કોંગ્રેસે 15 દિવસમાં વીજબીલ, વેરાબીલ અને શિક્ષણ ફી મુદ્દે પ્રજાને રાહત આપવા અંગે રાજ્ય સરકારને કહ્યું છે. આવું નહીં થવા પર કોંગ્રેસે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ETV BHARAT
સુરત કોંગ્રેસે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી, જાણો કારણ...

By

Published : Jun 22, 2020, 8:24 PM IST

સુરત: લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થતાની સાથે જ પ્રજાને વીજબીલ, વેરાબીલ સહિત શિક્ષણ ફી મુદ્દે ખાનગી સ્કૂલોમાંથી દબાણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન બંધ રહેલા ધંધા-વેપારના કારણે લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. જો કે, હાલ ધંધા વેપાર શરૂ થતાની સાથે પ્રજા પર વીજબીલ અને વેરાબીલ થોપી દેવામાં આવ્યા છે. આ સાથે જ ખાનગી સ્કૂલો શિક્ષણ ફી ભરવા માટે વાલીઓ પર દબાવ બનાવી રહી છે.

સુરત કોંગ્રેસે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી, જાણો કારણ...

આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સામાન્ય લોકોને વેરાબીલ અને વીજબીલ તેમજ શિક્ષણ ફી મુદ્દે રાહત આપે આ માટે કોંગ્રેસે રાજ્ય સરકારને 15 દિવસ જેટલો સમય આપ્યો છે. જો 15 દિવસમાં પ્રજાના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે, તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.

ABOUT THE AUTHOR

...view details