સુરત: કોરોના મહામારીની વચ્ચેદિવસેને દિવસે વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સુરત શહેર કોંગ્રેસના કાર્યકરો સહિત કેટલાંક શહેરીજનોને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે.
વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. જેથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા, ચોક બજાર ખાતે ધરણા-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેેમાં પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઇ કોંગ્રેસ કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરત શહેર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરત શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં તેમણે શહેરના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા ખાતે સુરત કોંગ્રેસે ધરણાં કર્યા હતા. જેથી પોલીસ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
surat-
શહેરમાં થઈ રહેલા પ્રદર્શનને રોકવા માટે અઠવા પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા પપનભાઈ તોગડીયા સહિત આશરે 60થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.