- ક્રેડાઇના સેક્રેટરી છે દીપન દેસાઈ
- વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા સગરામપુરાથી ભાજપના ઉમેદવાર છે
- સુરતને wifi સિટી બનાવવા માટે અગ્રેસર રહેશેઃ દીપન દેસાઈ
સુરતઃ ક્રેડાઇના સેક્રેટરી દીપન દેસાઈને ભાજપે ટિકિટ આપી છે. તેઓ વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા સગરામપુરાથી ભાજપના ઉમેદવાર છે. તેઓ બિલ્ડર છે અને પોતાની આવક 20 કરોડ રૂપિયાથી પણ વધુ સંપતિનો ઉલ્લેખ કર્યો છે. દીપન દેસાઈએ મહારાષ્ટ્રના પુણા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ કર્યું છે અને તેઓ ઘણા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. શહેરમાં ઉભેલા તમામ ઉમેદવારો માટે તેઓ સૌથી ધનિક ઉમેદવાર તરીકે સામે આવ્યા છે. આ વખતે ભાજપ અનેક યુવાઓને વધુ દાવેદારી આપી છે જેમાંથી એક દીપન દેસાઇ પણ છે .