- કોરોના દર્દીઓનુ ડેથ ઇન્ટિમેશન આપવામાં હોસ્પિટલો કરીર રહી છે મનમાની
- દર્દીના પરિજનો ભોગવી રહ્યા છે હાલાકી
- સુરત મનપાએ હોસ્પિટલ સામે કરી લાલા આંખ
સુરત : કોરોના મહામારી સમયે દર્દીઓના પરિવારને બરાબર ખંખેરી લેનાર હોસ્પિટલ સામે અરજી કરીને વધારાના પૈસા પરત મળી શકે એ માટે મનપાએ હોસ્પિટલ કમિટી બનાવી છે, આ કમિટીને મળેલી અરજીઓમાં કેટલી અરજીઓ એવી પણ મળી છે જેમાં કોરોના સારવારનું બિલ સંપૂર્ણ ન ભરી શકાયું હોવાથી હોસ્પિટલોએ કોરોના મૃતકનું ડેથ ઇન્ટિમેશન જ મનપાને આપ્યું નથી. ડેથ ઇન્ટિમેશન એટલે કે દર્દીના મોત અંગેનો જાણકારી જે હોસ્પિટલ દ્વારા મનપાના વેબ પોર્ટલ ઉપર કરવામાં આવતી હોય છે.
પરિવારોને ભોગવવી પડી રહી છે હાલાકી
હોસ્પિટલ દ્વારા નોંધ થઈ ગયા બાદ પરિવારને મનપા સ્ટેટ સર્ટીફીકેટ ઈસ્યુ કરે છે નિયમ મુજબ મૃત્યુના 21 દિવસમાં મનપાને મળી જવી જોઈએ. કેટલી હોસ્પિટલોએ સારવારના બિલો પુરા ભર્યા ન હોવાથી ત્રણ-ચાર મહિનાથી કોરોના મૃતકોની નોંધ મનપામાં કરાવી નથી જેને પગલે પરિવારજનો ને મનપામાં થી મરણના દાખલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.