ગુજરાત

gujarat

ETV Bharat / city

15મી જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થશે

15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થશે. બી કેટેગરીમાં આવતા એરપોર્ટની શ્રેણી જોવા જઈએ તો ગુજરાતમાં સુરત પ્રથમ બી કેટેગરીનું એરપોર્ટ રહેશે. જેને સાઇલેન્ટ એરપોર્ટ તરીકે જાહેર કરાયો છે.જોકે અમદાવાદ એરપોર્ટ પણ સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત છે. જે એ કેટેગરીમાં આવે છે. સાઇલેન્ટ એરપોર્ટ થયા બાદ ઇમરજન્સી એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં સુરત પ્રથમ બી કેટેગરીનું એરપોર્ટ
ગુજરાતમાં સુરત પ્રથમ બી કેટેગરીનું એરપોર્ટ

By

Published : Jan 14, 2021, 11:24 AM IST

  • 15મી જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે સાઇલેન્ટ એરપોર્ટ
  • રાજ્યમાં પ્રથમ સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત
  • સાઇલેન્ટ એરપોર્ટ બન્યા બાદ એરપોર્ટ પર આવાજનું પ્રમાણ ઘટશે
    15મી જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થશે

સુરત : સાઇલેન્ટ એરપોર્ટ બનાવવાની દિશામાં ટૂંક સમય પહેલાં સુરત એરપોર્ટ ઓથોરિટી અને વિવિધ એરલાઇન્સ કંપનીઓ વચ્ચે બેઠક થઇ હતી. જેમાં સુરત એરપોર્ટને સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યાન્વિત કરવા અંગે નિર્ણય લેવાયો હતો. જેને હાઈએસ્ટ ઓથોરિટી દ્વારા મંજુરી પણ મળી ગઈ છે. 15મી જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થઈ જશે..

લાઉડ સ્પીકરના ઘોંઘાટને કારણે લોકોને ખલેલ થતું હતું

એરપોર્ટ પર યાત્રીઓને ફલાઈટ અંગે,સુરક્ષા અંગે અને બોર્ડીંગ અંગેની માહિતી એરપોર્ટ પર સ્પીકર થકી આપવામાં જાહેર કરાતી હતી જેના કારણે ટર્મિનલ બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારોમાં લાઉડ સ્પીકરના ઘોંઘાટને કારણે લોકોને ખલેલ થતું હતું. હાલ ફ્લાઇટની સંખ્યા પણ સુરત એરપોર્ટ પર વધી રહી છે. જેથી એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ કંપની વચ્ચે થયેલી મીટીંગમાં આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ સુરત એરપોર્ટ બી કેટેગરીમાં આવે છે અને સાઇલેન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં બી કેટેગરી અંતર્ગત આવનાર એરપોર્ટમાં સુરત એવું એરપોર્ટ રહેશે કે જેને રાજ્યમાં પ્રથમ સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવામાં આવશે.

એરપોર્ટ પર આવાજનું પ્રમાણ ઘટશે

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ કમિટી (WWWAC)ના સભ્ય સંજય જૈને જણાવ્યું હતું કે, સાઇલન્ટ એરપોર્ટ બનવા બાદ હવે માત્ર ઇમર્જન્સી જાણકારીઓ જ લાઉડ સ્પીકરમાં આપવામાં આવશે. અન્ય બોર્ડિંગ અને ચેકિંગ અંગેની જાણકારી યાત્રીઓને મેસેજ થકી અપાશે. સાઇલેન્ટ એરપોર્ટ બન્યા બાદ એરપોર્ટ પર આવાજનું પ્રમાણ ઘટશે.







ABOUT THE AUTHOR

...view details