ગુજરાત

gujarat

Surat AAP Workers Protest: સુરતમાં AAPના કાર્યકર્તાઓને પ્રજાની માફી કેમ માગવી પડી?

By

Published : Feb 7, 2022, 9:32 AM IST

Updated : Feb 7, 2022, 4:12 PM IST

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર અને લાઉડ સ્પીકર લઈને વિરોધ (Surat AAP Workers Protest) કર્યો હતો. આ કાર્યકર્તાઓએ હાલમાં જ ભાજપમાં જોડાયેલા (Surat AAP Corporators joined BJP) AAPના કાર્યકર્તાઓ સામે વિરોધ કરી પ્રજા પાસે માફી (AAP activists apologized to the people) માગી હતી.

Surat AAP Workers Protest: સુરતમાં AAPના કાર્યકર્તાઓને પ્રજાની માફી કેમ માગવી પડી, જુઓ
Surat AAP Workers Protest: સુરતમાં AAPના કાર્યકર્તાઓને પ્રજાની માફી કેમ માગવી પડી, જુઓ

સુરતઃ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને લાઉડ સ્પીકર લઈને ભાજપમાં જોડાયેલા 5 કોર્પોરેટરે પ્રજાનો (Surat AAP Corporators joined BJP) વિશ્વાસનો વેપાર કરનારા ગદ્દારોના પોતાના મત વિસ્તારોમાં લોકો જોડે માફી માગી રહ્યા (AAP activists apologized to the people) છે.

જ્યોતિકા લાઠીયાએ તમારી જોડે વિશ્વાસઘાત કર્યો છેઃ AAP

જ્યોતિકા લાઠીયાએ તમારી જોડે વિશ્વાસઘાત કર્યો છેઃ AAP

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ નંબર 8માં હાથમાં બેનરો અને લાઉડ સ્પીકર લઈ ભાજપમાં જોડાયેલા 5 કોર્પોરેટ સામે વિરોધ (Surat AAP Workers Protest) નોંધાવ્યો હતો. સાથે જ તેમણે પ્રજાનો વિશ્વાસનો વેપાર કરનારા ગદ્દારોના પોતાના મત વિસ્તારોમાં લોકો પાસે માફી (AAP activists apologized to the people) માગી હતી.

AAPના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર 8ના લોકો પાસે માગી માફી

આ પણ વાંચો-ભાજપમાં જોડાયેલા SMCના કોર્પોરેટર રૂતા કાકડીયાએ કહ્યું, "હું આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરીશ"

AAPના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર 8ના લોકો પાસે માગી માફી

AAPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, તમે લોકોએ તમારા કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાને મત આપ્યો છે અને તેમણે તમારી સાથે વિશ્વાસઘાત (Jyotika Lathiya Joined BJP) કર્યો છે. તે માટે અમે લોકો તમારી પાસે માફી માગી રહ્યા છીએ. આ રીતે વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં બેન અને લાઉડ સ્પીકર લઈ ફરી (Surat AAP Workers Protest) રહ્યા છીએ.

જ્યોતિકા લાઠિયાએ લોકોના મતનો ઉપયોગ કર્યોઃ AAP

આ પણ વાંચો-જાણો, શા માટે AAP છોડી ભાજપમાં જોડાયા કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા

જ્યોતિકા લાઠિયાએ લોકોના મતનો ઉપયોગ કર્યોઃ AAP

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિજય ગેલાણી, રણજિત વિરાસત અને રંજન ચૌધરી પોતાના મત વિસ્તાર વોર્ડ નંબર- 8માં ગલીએ ગલી ફરી લોકો જોડે માફી માગી રહ્યા છે. તમે લોકોએ જ્યોતિકા લાઠિયાને મત આપ્યો છે.. તમારા મતને તેમણે ઉપયોગ કરી આજે ભાજપમાં (Surat AAP Workers Protest) જોડાયા છે. તે બદલ અમે શરમમાં મુકાયા છીએ અમે તમારી જોડે માફી માગી રહ્યા છીએ.

AAPના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર 8ના લોકો પાસે માગી માફી

લોકોએ આપેલા મંતનો વિશ્વાસ અને તૂટવા નહીં દઈએઃ AAP

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને ભાજપ પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તમામ પ્રકારના આ પ્રયાસ જગજાહેર છે કે, તેઓ કઈ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. તેમ છતાં આપ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પ્રમાણિકતા છે. પણ આજે જ્યારે કેટલાક કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીના છબી નુકસાન થયું છે, પરંતુ હવે આ છબી સુધારવાનો પ્રયાસ કરીશું. લોકોએ આપેલા મંતનો વિશ્વાસ અને તૂટવા નહીં દઈએ.

Last Updated : Feb 7, 2022, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details