ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મનપા ચૂંટણી જંગમાં 540 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી, વોર્ડ નં-1માં સૌથી વધુ 28 ઉમેદવારો

સુરત મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં છેલ્લી ઘડીએ અફરાતફરી વચ્ચે વિવિધ પક્ષોના ઉમેદવારો તથા પક્ષ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા હતા જે અંતર્ગત 30 વોર્ડમાં 540 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

By

Published : Feb 8, 2021, 1:34 PM IST

540 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી
540 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી

  • 540 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી
  • વોર્ડ નંબર-1માં સૌથી વધુ 28 ઉમેદવારો
  • અધિકારીઓ અને કર્મચારીઓ એક કરી રહ્યા છે દિવસ-રાત એક

સુરત: 21મી ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાના 30 વોર્ડની ચૂંટણી જંગમાં 540 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં છેલ્લી ઘડીએ અફરાતફરી વચ્ચે વિવિધ પક્ષોના ઉમેદવારો તથા પક્ષ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા હતા જે અંતર્ગત વોર્ડમાં 540 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે.

વોર્ડ નંબર-27 ડીંડોલી દક્ષિણમાં સૌથી વધુ 11 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડ નંબર 6 કતારગામમાં, વોર્ડ નંબર 7 કતારગામ-વેડરોડ અને વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટ, વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમમાં એક પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુું નથી.

વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 28 ઉમેદવારો

આ સાથે વોર્ડ નંબર 1 જહાંગીરપુરા વરિયાવ છાપરાભાઠા કોસાડમાં સૌથી વધુ 28 ઉમેદવારો છે. જે અંતર્ગત અન્ય પાર્ટીના 10 ઉમેદવારો અને અપક્ષના 6 ઉમેદવારોએ દાવેદારી કરી છે. આ સાથે વોર્ડ નંબર 4 કાપોદ્રા, વોર્ડ નંબર 6 કતારગામ, વોર્ડ નંબર 11 અડાજણ, વોર્ડ નંબર 11માં વિવિધ પક્ષો અને અપક્ષો મળીને સૌથી ઓછા 13 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. સુરત મનપા 30 વોર્ડની યોજાનારી ચૂંટણીમાં ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ તમામ વિગતો માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત એક કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details