ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ 30 વોર્ડની ચૂંટણીમાં 3690 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે - સુરત ન્ચુઝ

સુરત મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી તંત્રે મતદાન કાર્યવાહી શરૂ કરી દીધી છે. મનપાના કુલ 30 વોર્ડની 120 બેઠક માટે યોજાનારી ચૂંટણી મતદાન માટે 3,690 ઈલેક્ટ્રીક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

સુરતઃ 30 વોર્ડની ચૂંટણીમાં 3690 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે
સુરતઃ 30 વોર્ડની ચૂંટણીમાં 3690 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે

By

Published : Feb 12, 2021, 1:20 PM IST

  • સુરત મનપા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ
  • 30 વોર્ડની 120 બેઠકની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ
  • 23ની ફેબ્રુઆરીના રોજ 14 વોર્ડની મત ગણતરી થશે

સુરતઃ મતદારો ઉમેદવારોની પસંદગી કરી શકે એટલા માટે બેલેટ યુનિટ ઉપર કુલ 16 બટન પૈકી 14 બટન ઉમેદવારો માટે અને એક બટન નોટા માટે તથા એક બટન રજીસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે. આથી આ વખતના ઉમેદવારોને જોતાં કુલ 30 પૈકીના 12 વોર્ડમાં સિંગલ બેલેટ યુનિટ બેનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે 18 વોર્ડમાં બે યુનિટનો ઉપયોગ કરવામાં આવશે.

30 વોર્ડમાં 3185 મતદાન મથકો પરથી મતદાન

વધુમાં જિલ્લા ચૂંટણી તંત્રએ આગામી તારીખ 21મી ફેબ્રુઆરીએ શાંતિપૂર્વક ચૂંટણી થઈ શકે એ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી લીધી છે. સમગ્ર તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં પાલિકા વિસ્તારના 30 વોર્ડમાં 3185 મતદાન મથકો પરથી મતદાન થશે. જેમાં પ્રિસાઇડિંગ અધિકારી, પોલિંગ અધિકારી અને પટ્ટવાળા સહિત 15,925 જેટલો સ્ટાફ ફરજ બજાવશે.

612 રૂટ સુપરવાઇઝરો

જ્યારે 612 જોનલ ઓફિસર તથા 612 રૂટ સુપરવાઇઝરોની મદદથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તારીખ 21મી ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે ત્યારે 23ની ફેબ્રુઆરીના રોજ 14 વોર્ડની મત ગણતરી SVNIT પીપલોદ ખાતે તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરા ગેટ ખાતે 16 વોર્ડની મતગણતરી યોજાશે.

ABOUT THE AUTHOR

...view details