ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી - cannabis

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાંજાના ધંધામાં સૌથી મોટું નેટવર્ક ઊભું કરનાર સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ પાંડી અને તેનો ભાઈ અનિલ પાંડી ઓડિશાથી જ ગાંજાનો સૌથી મોટો વેપાર ચલાવવા સુરત શહેર સહિત અન્ય રાજ્યોમાં નેટવર્ક ઊભું કર્યું હતું. આ બંને ભાઈઓ રાજ્ય અને સુરત શહેરના સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ છે. તેમાંથી સુનીલ પાંડીની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના ભાઈ અનિલ પાંડીની શોધખોળ ચાલી રહી છે.

સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી
સુરત શહેર-જિલ્લામાં ગાંજાના ધંધાના નામીચા આરોપી સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી

By

Published : Mar 12, 2021, 3:57 PM IST

Updated : Mar 12, 2021, 7:52 PM IST

  • ગાંજાનો વેપાર કરનાર કુખ્યાત સુનીલ પાંડી ઝડપાયો
  • ઓડિશાથી જ ગાંજાનું નેટવર્ક ગુજરાતમાં ચલાવતો હતો
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે સુનીલ પાંડીની ધરપકડ કરી

    સુરતઃ સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો સૌથી મોટો વેપાર કરનાર એવા સુનીલ પાંડીની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ પાંડી અને અનિલ પાંડી રાજ્યના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા છે. સુરત શહેરમાં આ બંને ભાઈઓ ઉપર વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને સુરત રેલવે સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુનીલ પાંડીની પૂછપરછ બાદ વરાછા પોલીસ સ્ટેશનને સોપવામાં આવશે.
    સુરત શહેર સહિત અન્ય રાજ્યોમાં ગાંજાના વેપારનું નેટવર્ક ઊભું કર્યું હતું

આ પણ વાંચોઃ ઉડતા ગુજરાતઃ સુરત પોલીસે 1.89 કરોડનું ડ્રગ્સ અને ગાંજો કબ્જે કર્યો

કેવી રીતે ઝડપાયો સુનીલ?

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી અને એક વર્ષથી ઓડિશાથી જ ગાંજાનો સૌથી મોટો નેટવર્ક ઊભું કરનાર સુનીલ પાંડીને ઓડિશા રાજ્યમાં આવેલ ગંજામ જિલ્લામાં આવેલ છચીનાગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો ભાઈ અનિલ પાંડી હાલ ફરાર છે. તેની પણ શોધખોળ ચાલી રહી છે. આ બંને ભાઈઓ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નેટવર્ક ઊભું કર્યું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે એક પછી એક કડીઓ મળી હતી. તેના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણવા મળ્યું કે સુનીલ પાંડી અને અનિલ પાંડી હાલ પોતાના ગામથી જ આખા શહેર અને આખા રાજ્યોને ગાંજાનો સપ્લાય કરી રહ્યાં છે. આટલું મોટું નેટવર્ક ઊભું કર્યા બાદ સાથે કેટલા લોકો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Last Updated : Mar 12, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details