સુરત: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ (CA final 2022) પરીક્ષામાં સુરતની રાધિકા બેરીવાળા (Surat radhika beriwala)એ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ETV Bharatના માધ્યમથી રાધિકા દેશમાં CA બનવા માટે કોચિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ (Radhika advice to student)ને ખાસ મંત્ર આપ્યો હતો.
IPCCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ
સુરતની રાધિકા બેરીવાળા ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાના ફાઇનલ પરિણામમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. રાધિકા બેરીવાળા સીએ ફાઈનલમાં 800માંથી 640 ગુણ મેળવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાધિકા IPCCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો. રાધિકાના પિતા ટેક્સ્ટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા પાંચ વર્ષથી સી.એ બનવા માટે રાધિકાએ ખૂબ જ મહેનત કરી છે.