ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપનો જૂથવાદ ઉડીને આંખે વળગ્યો, જેમના માટે બેઠક યોજી તેઓ જ ન આવ્યા - surat bjp corporator

સુરતમાં પશ્ચિમ વિધાનસભાની કારોબારીની બેઠક યોજાઈ હતી. અહીં રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે અહીં ત્રણ વોર્ડના 12 કોર્પોરેટર પૈકી માત્ર 2 જ કોર્પોરેટર ઉપસ્થિત રહેતા ભાજપનો જૂથવાદ ઉડીને આંખે વળગ્યો હતો. State Minister Purnesh Modi, surat bjp, bjp executive meeting.

ભાજપનો જૂથવાદ ઉડીને આંખે વળગ્યો, જેમના માટે બેઠક યોજી તેઓ જ ન આવ્યા
ભાજપનો જૂથવાદ ઉડીને આંખે વળગ્યો, જેમના માટે બેઠક યોજી તેઓ જ ન આવ્યા

By

Published : Sep 5, 2022, 2:43 PM IST

સુરતવિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખી પશ્ચિમ વિધાનસભાની કારોબારીની એક બેઠક (bjp executive meeting) યોજાઈ હતી. પરંતુ ત્યાં જૂથવાદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના માર્ગને પરિવહન પ્રધાન પૂર્ણેશ મોદી પોતે (State Minister Purnesh Modi) ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ 3 વોર્ડના 12 કોર્પોરેટરો પૈકી માત્ર 2 કોર્પોરેટર જ હાજર (surat bjp corporator) રહ્યા હતા.

પશ્ચિમ વિધાનસભાની કારોબારીની બેઠકમાં ભાજપના કોર્પોરેટર ન આવ્યા

રાજ્યપ્રધાન આવ્યા પણ કોર્પોરેટર ન આવ્યા રાંદેર રામનગર સિંધી સમાજની વાડીમાં રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીની (State Minister Purnesh Modi) અધ્યક્ષતામાં યોજાયેલી કારોબારી બેઠકમાં પાર્ટીનો જૂથવાદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ બેઠક વોર્ડ નંબર 9, 10 અને 11 માટે યોજાઈ હતી, જેમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર (surat bjp) રહ્યા હતા. પરંતુ ત્રણેય વોર્ડના વાર કોર્પોરેટરો પૈકી માત્ર 2 કોર્પોરેટર (surat bjp corporator) જ આ કારોબારી બેઠકમાં હાજર રહ્યા હતા.

વિધાનસભાની ચૂંટણી નજીકમાં (Gujarat Assembly Elections 2022) છે, જેને લઈને તમામ રાજકીય પાર્ટી દ્વારા તમામ પ્રકારે જોર લગાવવામાં આવી રહ્યું છે. તો ચૂંટણીલક્ષી કાર્યોને લઈને પણ ભાજપ સહિતની પાર્ટીઓ દ્વારા કાર્યકરોની મિટીંગનું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનોમાં પાર્ટીમાં નેતાઓ વચ્ચે અને પદાધિકારીઓ વચ્ચે રહેલી ખટપટ નજરે પડતી હોય છે. અંદરોઅંદરની ખટપટને પગલે જૂથવાદ ઉગ્ર બની રહ્યો હોય અને આવી કારોબારી મિટીંગમાં અગ્રણીઓની ગેરહાજરીએ વાતમાં સત્યતા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્યપ્રધાને આપ્યું માર્ગદર્શનવિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખી આ કારોબારી બેઠક (bjp executive meeting) યોજવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં વોર્ડના તમામ કાર્યકર્તાઓ બૂથલેવલનું કામ કરે અને કઈ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કારોબારીમાં માજી કોર્પોરેટરો (surat bjp corporator) બધા જ ઉપસ્થિત હતા, પરંતુ અત્યારના ત્રણેય વોર્ડ નંબરના 12 કોર્પોરેટર પૈકીના માત્ર 2 કોર્પોરેટરો હાજર રહ્યા હતા. જે જોતા સ્પષ્ટ રીતે ભાજપમાં જૂથવાદ નજરે દેખાયો હતો.

ABOUT THE AUTHOR

...view details