ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ કડોદરા અંડરપાસ માટે દબાણ દૂર કરવાનું કામ શરૂ - અંડરપાસ

બારડોલીથી સુરત જતા રોડ પર કડોદરા ચાર રસ્તા પરથી પસાર થવું વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન છે. ઓવરબ્રિજ હોવા છતાં સુરત તરફ જતા ભારે ટ્રાફિકને કારણે લોકોના કલાકો બરબાદ થઈ જાય છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા જ ચાર રસ્તા પર અંડરપાસની સરકારે મંજૂરી આપી છે, જેના અનુસંધાને આજથી એટલે કે સોમવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતઃ કડોદરા અંડરપાસ માટે દબાણ દૂર કરવાનું કામ શરૂ
સુરતઃ કડોદરા અંડરપાસ માટે દબાણ દૂર કરવાનું કામ શરૂ

By

Published : Oct 5, 2020, 8:53 PM IST

બારડોલી: બારડોલી-સુરત રોડ પર કડોદરા ચાર રસ્તા નજીક થતા ટ્રાફિકજામથી લોકોને પડતી હાલાકીના કારણે અંડરપાસ નબાવવાનું નક્કી થયું છે. આ અંડરપાસ 110 કરોડના ખર્ચે તૈયાર થશે. આ અંડરપાસ માટે કડોદરામાં રસ્તાની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈ-વે નંબર-48 પર ઓવરબ્રિજ હોવા છતાં બ્રિજની નીચે લાગતી વાહનોની લાંબી લાઈનને કારણે લોકોનો સમય અને ઈંંધણ બરબાદ થતું હતું.

સુરતઃ કડોદરા અંડરપાસ માટે દબાણ દૂર કરવાનું કામ શરૂ

વર્ષોથી આ સમસ્યાના નિવારણની માગ ઊઠી હતી. રાજ્યના કેબિનેટ પ્રધાન અને વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમારે આ અંગે સરકારમાં રજૂઆતો કરી હતી. આથી રાજ્ય સરકારે રૂ. 110 કરોડના ખ્ચે અંડરપાસ બનાવવાની મંજૂરી આપી હતી. આથી સુરત જતો ટ્રાફિક સીધો અંડરપાસ જતો રહેતા ટ્રાફિક સમસ્યાનો નીવેડો આવી જશે. જોકે આ અંડરપાસનો કડોદરાના વેપારી સંગઠનો દ્વારા વિરોધ પર કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા આ અંડરપાસની કામગીરી 24 મહિનાની અંદર પૂરી કરવાની હોવાથી હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાયું છે. રોડની બંને તરફ દબાણમાં આવતી મિલકતો પર આજે સોમવારના રોજ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details