ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની અસરઃ સુરતથી અમદાવાદ જતી ST બસો પર રોક લગાવવામાં આવી - સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા

શહેરમાં વધી રહેલા કેસોને લઈને સુરતથી અમદાવાદ જતી ST બસો પર રોક લગાવવામાં આવી છે. મહેસાણા અને ઉત્તર ગુજરાત તરફ જતી બસોને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જતી બસ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

ETV BHARAT
કોરોનાની અસરઃ સુરતથી અમદાવાદ જતી ST બસો પર રોક લગાવવામાં આવી

By

Published : Jul 12, 2020, 4:14 AM IST

સુરત: અનલોક-1 બાદ એક શહેરમાંથી બીજા શહેરમાં જવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ અનલોક-2 બાદ અમદાવાદમાં જતી બસો અંગે લઈને એક નિણર્ય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ જતી ST બસો પર રોક લગાવવામાં આવી છે.

મહેસાણા કે ઉત્તર ગુજરાત તરફ જતી બસોને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જતી બસ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. માત્ર અમદાવાદમાં જતી બસોને બંધ કરવામાં આવી છે.

સુરત કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 2726
  • કોરોના પરિક્ષણ- 58030
  • સ્વસ્થ થયેલા દર્દી- 4642
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 15385
  • કુલ મૃત્યુ- 209

ABOUT THE AUTHOR

...view details