- સુરત શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
- 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો ઠરાવ મંજૂર
- 31મી ડિસેમ્બરથી 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે
સુરત : સુરત શહેરને પ્લાસ્ટિક મુક્ત (Plastic free Surat ) કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય (SMC Plastic Policy ) લેવાયો છે. શહેરમાં 31 ડિસેમ્બરથી પ્લાસ્ટિકના ઝંડાઓ, કેન્ડી આઇસક્રીમની સ્ટીક, પ્લાસ્ટિકના ફુગ્ગાઓ અને એટલું જ નહીં, પ્લાસ્ટિકના કપ (Single use plastic ban) વેચનાર લોકો ઉપર કાર્યવાહી થઈ શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવાયો છે એમએમસીના નિર્ણયના કારણે સુરતીઓ હવે પ્લાસ્ટિકના કપમાં આઈસ્ક્રીમ કે અન્ય ખાદ્ય વસ્તુઓ મેળવી શકશે નહીં. હવે કોઇપણ ઇવેન્ટમાં ફુગ્ગાઓ પણ વાપરી શકાશે નહીં.
2021માં આ ઠરાવ 75 માઇક્રોન સુધી લઇ જવાયો
સુરત શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત (Plastic free Surat ) બનાવવાનો નિર્ણય પાલિકા દ્વારા કરાયો છે. વર્ષ 2018માં 50 માઇક્રોનથી ઓછાની પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓના ઉપયોગ (Single use plastic ban) પર પ્રતિબંધ મુકાયો હતો. તેવી જ રીતે વર્ષ 2021માં આ ઠરાવ 75 માઇક્રોન સુધી લઇ જવાયો છે. મંજૂર કરેલી આ પ્લાસ્ટિક પોલિસીમાં (SMC Plastic Policy) હવે 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો ઠરાવ મંજૂર કર્યો છે.