- હોળી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવા માટે SMC દ્વારા સૂચના
- ટેક્સટાઈલ માર્કેટમાંથી 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સુરતમાં ફરી કોરોના કેસો વધતા લેવાયો નિર્ણય
સુરત : કાપડ માર્કેટમાં હોળી નિમિત્તે દર વર્ષે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવા અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. કાપડ માર્કેટમાં પણ કોરોના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે, જેથી ટેક્સટાઈલ માર્કેટમાંથી 18 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા ત્રણ કાપડ માર્કેટને બંધ કરી દેવામાં આવી હતી. સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા સુરત મનપા કમિશનરને મળીને બંધ કાપડ માર્કેટને ફરી ખોલવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ
સ્નેહમિલન કાર્યક્રમનું આ વર્ષે આયોજન નહીં કરવા સૂચના
અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ મુલાકાત લીધી હતી. જેમાં કાપડ માર્કેટમાં હોળી નિમિત્તે યોજાતાં સ્નેહમિલન કાર્યક્રમનું આ વર્ષે આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 45થી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિન લેવા માટે નોંધણી કરાવી લેવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -હોળીની મસ્તીમાં મગ્ન બોલિવૂડ સેલેબ્સ, જુઓ કલરફુલ અંદાજ