ગુજરાત

gujarat

ETV Bharat / city

Smart City In India 2022: સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ - વહીવટી નિયંત્રણ કેન્દ્ર સુરત

સ્માર્ટ સિટી (Smart City In India 2022)ના ડાયનેમિક રેન્ક કેટેગરીમાં સુરત શહેરને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. દેશના પસંદગી પામેલા કુલ 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલા વિવિધ શહેરોની યાદીમાં સુરત શહેરને સ્થાન આપવામાં આવ્યું હતું. સુરત મનપા દ્વારા 1791 કરોડના ખર્ચે 69 કરોડના પ્રોજેકટો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ
સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ

By

Published : Apr 4, 2022, 5:07 PM IST

સુરત: ડાયનેમિક રેન્કિંગમાં સુરત શહેરે દેશના 100 સ્માર્ટ સિટી(Smart City In India 2022)માં પહેલા ક્રમે આવી ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના 100 સ્માર્ટ સિટીમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાયનેમિક રેન્કિંગ (smart city dynamic ranking 2022)ના આધારે સુરતને પ્રથમ ક્રમ આપ્યો છે. સ્માર્ટ સિટી યોજના (smart city plan in india) અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ વિવિધ યોજના (Schemes of Surat Municipal Corporation) હેઠળ 2,936 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરવાનું આયોજન કર્યું હતું.

દેશના 100 સ્માર્ટ સિટીમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું.

સુરત મનપાએ સૌથી સારી કામગીરી કરી- અત્યાર સુધી મનપા દ્વારા 1,791 કરોડના ખર્ચે 69 કરોડના પ્રોજેકટો (Surat Municipal Corporation Projects) પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. પસંદગી પામેલા 100 શહેરોની સરખામણીમાં સુરત મનપાએ સૌથી સારી કામગીરી કરી હોઇ સ્માર્ટ સિટીના ડાયનેમિક રેન્ક કેટેગરીમાં સુરત શહેરને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. શહેરીજનોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂન 2015ના રોજ સ્માર્ટ સિટી મિશન યોજના જાહેર કરવામાં આવી હતી.

81 પ્રોજેક્ટ સાકાર કરવાનું આયોજન- દેશના પસંદગી પામેલા કુલ 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલા વિવિધ શહેરોની યાદીમાં સુરત શહેરને સ્થાન આપવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટી યોજના અન્વયે સુરત મનપા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂપિયા 2,936 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ

આયોજનમાં આ છે કામો- આ યોજનામાં એરિયા ડેવલપમેન્ટ (Area Development surat), ઇકોનોમિક ડેવલપમેન્ટ (Economic development Surat), રિન્યુએબલ એનર્જી, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ એનર્જી, હેરિટેજ રિસ્ટોરેશન (Heritage Restoration Surat), એફોર્ડેબલ હાઉસિંગ, આઇટી કનેક્ટિવિટી અને ડિજિટલાઇઝેશન, નોન મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ (Non-motorized transport In Surat), સીવેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ વોટર સપ્લાય અને સ્માર્ટ સિટી નો સમાવેશ થાય છે.

69 પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ-સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ કરાયેલા પ્રોજેક્ટો પૈકી પ્રથમ તબક્કામાં 1,791 કરોડના કુલ 69 પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ સેન્ટર (Administrative Control Center Surat), સુરત કિલ્લાનું રિસ્ટોરેશન (Restoration of Surat Fort), ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, કોમન સિટી પેમેન્ટ કાર્ડ આંજણા તથા ડીંડોલી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ, ડીંડોલી ખાતે દૂષિત પાણીનું રિસાયકલ થતા રિયુઝ, પબ્લિક બાઈસિકલ સેલિંગ સિસ્ટમ, વિઆઈપી મોડલ રોડ, અણુવ્રત દ્વાર કેનાલ રોડ ડેવલપમેન્ટ, 1.0 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ અને વિન્ડ પાવર જનરેશન તેમજ AIC સુરતી ઇનોવેશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:સુરત મનપાનું આ પગલું લાવ્યું રંગ, મિલકત વેરાની આવકનો આંકડો પ્રથમ વખત 1100 કરોડને પાર

75 ટકાથી વધુ ગ્રાન્ટ વપરાશ- સુરત સ્માર્ટ સિટીને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 50 ટકા કેન્દ્ર સરકાર 24 ટકા રાજ્ય સરકાર અને 25 ટકા સુરત મહાનગરપાલિકા મળી પૂરેપૂરી ગ્રાન્ટ સ્માર્ટ સિટીને મળી છે અને જે પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટ વપરાશ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details