સુરતના જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલા ગુજરાતી ગીત તારી આંખનો અફિણીને યુ ટ્યુબ ઉપર 5 મિલિયન એટલે કે, 50 લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી સાંભળી ચૂક્યા છે. 2015માં જ્યારે જગદીશ ઇટાલિયાએ આ સોંગ કમ્પોઝ કરીને યુ ટ્યુબ પર મૂક્યું હતું, ત્યારે તેમને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમના કંઠે ગવાયેલું આ ગીત 50 લાખ પ્લસ શ્રોતાઓ સુધીની મજલ કાપશે.
તારી આંખનો અફીણી..જગદીશ ઈટાલિયાના કંઠે ગવાયેલું ગીત 5 મિલિયનથી વધુ લોકો સાંભળી ચૂક્યા સોશ્યલ મિડીયા તેમજ યુ ટ્યુબ પર ઉપલબ્ધ ડેટા ચકાસીએ તો તારી આંખનો અફિણી ગુજરાતી સોંગ અત્યંત લોકપ્રિય છે અને અત્યાર સુધી જગદીશ ઇટાલિયાની જેમ અનેક લોકોના કંઠે આ ગવાઇ ચૂક્યું છે, અનેક લોકોએ તેને યુ ટ્યુબ તેમજ અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યું છે પરંતુ, આ ગીત ગાનારા સૌ તમામ સિંગરોમાં સૌથી વધુ લિસનર્સ સુરતના જગદીશ ઇટાલિયાને મળ્યા છે એ પણ એક સિદ્ધી છે.
જ્યારે અમે જગદીશ ઇટાલિયાને પ્રતિભાવ જાણવાની કોશીસ કરી ત્યારે સાહજિક રીતે તેમણે કહ્યું કે, જેમ ધોધમાર વરસાદ વરસે છે એમ લોકોના વ્યુઝ આ ગીતને જ્યારથી પોસ્ટ કર્યું ત્યારથી મળતા હતા, પણ મને કલ્પના ન હતી કે મારા ગાયેલા આ ગીતને 5 મિલિયન વ્યુઝ મળશે. સોંગ્સ માટેની કમેન્ટસ તેમજ કમ્પ્લીમેન્ટસમાં દેશ-દુનિયાના અનેક ઠેકાણેથી લિસનર્સ કહેતા કે એક વખત સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એ રીતે ગવાયેલું છે આ ગીત.
તારી આંખનો અફીણી..જગદીશ ઈટાલિયાના કંઠે ગવાયેલું ગીત 5 મિલિયનથી વધુ લોકો સાંભળી ચૂક્યા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે, જીવનસંગીની અજીતાને કંઇક હટ કે...ડેડીકેટ કરવાની તમન્નાથી આ ગીત ગાયું હતું, જે મુસાફરી કરીને આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચી ચૂક્યું છે તેનો આનંદ અદ્વિતીય છે. તમને એ પણ જણાવી દઇએ કે તારી આંખનો અફિણી..ઓરિજનલ સોંગ આજથી 69 વર્ષ પહેલા 1950માં તૈયાર થયું હતું. ગીતના શબ્દો વેણીભાઇ પુરોહિતના હતા અને તેને અજીતભાઇ મરચન્ટે સંગીતથી મઢ્યું હતું. આ ગીતને ઓરિજિનલી દિલીપભાઇ ધોળકીયાએ ગાયું હતું.