ભારતીય ગૌરક્ષા સંઘ દ્વારા સુરત ખાતે હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિને લઇ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આગામી દિવસોમાં આવશે. જેને લઇ દેશભરમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવી રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ચુકાદાને દરેક ધર્મના લોકો સ્વીકારે તે હેતુથી જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યા છે. સુરત ખાતે હસ્તાક્ષર અભિયાન કરી ભાઈચારા અને સૌહાર્દની ભાવના વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રામજન્મ ભૂમિ ચુકાદા બાદ કોઈ હિંસા ન થાય તે માટે સુરતમાં સિગ્નેચર કેમ્પઈનિંગ - રામજન્મ ભૂમિ વિવાદ ચુકાદો
સુરત: રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો હવે ગમે તે સમયે આવી શકે છે. ચુકાદાને લઈ એક તરફ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ૨૮ વર્ષ જુના આ કેસને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તે દરમિયાન ચુકાદા આવ્યા પછી કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને સૌહાર્દની ભાવના બની રહે તે માટે સુરતમાં સિગ્નેચર કેમ્પઈનિંગ કરવામાં આવી હતી.
rer
આ હસ્તાક્ષર કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતાં. મોટી સંખ્યામાં લોકો હસ્તાક્ષર કરી સુપ્રીમ કોર્ટ દ્વારા જે પણ ચુકાદો આવે તેને સ્વીકારવાની વાત હસ્તાક્ષરના માધ્યમથી કરવામાં આવી હતી.