સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે શક્તિ સરકાર સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11 માતાઓને સન્માનિત કરવામાં આવી તથા આઝાદીના અમૃત મહોત્સવની અંતર્ગત ઉજવણીના ભાગરૂપે 75 દીકરીઓને દત્તક લેવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. તથા સ્વામી સચ્ચિદાનંદ ખાસ ઉપસ્થિત રહેશે.
સુરત યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ અને પરામર્થ ટ્રષ્ટ સંસ્થા દ્વારા શક્તિ સત્કાર સમારોહ - undefined
સુરત શહેરની જાણીતી યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ અને પરામર્થ ટ્રષ્ટ સંસ્થા દ્વારા શક્તિ સત્કાર સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 75 આઝાદી કા અમૃત મહોત્સવને લઈને કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આઝાદી કા અમૃત મહોત્સવની અંતર્ગત ઉજવણીના ભાગરૂપે 75 દીકરીઓને દત્તક લેવામાં આવશે.
11 માતૃશ્રીઓનું સન્માનઃઆ કાર્યક્રમ બાબતે યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ અને પરામર્થ ટ્રષ્ટ પ્રમુખ શીતલ પલસાણિયાએ જણાવ્યુંકે, આ કાર્યક્રમમાં સમાજ માટે યોગદાન આપનાર 11 માતાનું સન્માન કરવામાં આવશે જેમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા માતા જી ની માતા કુલીબેન ધનજીભાઈ ધોળકિયા, લવજીભાઈ ડાલીયાના માતા કંકુબેન ડુંગરભાઇ ડાલીયા, મનહરભાઈ સાસપરાના માતા પૂતણીબેન સાસપરા, ઘનશ્યામભાઈ ભંડેરીના માતા ગીતાબેન મગનભાઈ ભંડેરી, ડો.બુધાભાઈ ગાજીવાલા ના માતા પ્રભુતાબેન રણછોડદાસ, ભરતભાઈ મંગુકિયાના માતા સમજુબેન પ્રેમજીભાઈ મંગુકિયા, મનહરભાઈ કાકડીયાની માતા વસંતબેન મૂળજીભાઈ કાકડીયા, પ્રભુભાઈ ધોળકિયા માતા વાલીબેન પ્રભાતભાઈ ધોળકિયા, જયંતીભાઈ બાબરીયા ના માતા લીલાબેન વરજીભાઈ બાબરીયા, રાકેશભાઈ હિંમતભાઈ દુધાતાના માતા મુક્તાબેન હિંમતભાઈ દુધાતા, અને ચુનીલાલભાઈ ભૌવરે ના માતા જશોદાબેન સુનિભાઈ ભૌવરે તમામ 11 માતાઓનું સન્માન કરવામાં આવશે.