ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની ખાનગી શાળામાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાતા વાલીઓ દ્વારા વિરોધ - સુરત

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવાતા વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર કચેરી બહાર વાલીઓએ હાથમાં બેનર અને પ્લે- કાર્ડ લઈ રોષ વ્યકત કર્યો હતો. શાળા સંચાલકો સાથે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારી મધ્યસ્થિ કરે તેવી માંગ કરવામાં આવી હતી.

ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાતા વાલીઓ દ્વારા વિરોધ
ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાતા વાલીઓ દ્વારા વિરોધ

By

Published : Sep 2, 2020, 3:43 PM IST

સુરતઃ શહેરના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારના રોજ વાલીઓ મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. વેસુ વિસ્તારમાં આવેલી એલ.પી.સવાણી શાળાના સંચાલકો દ્વારા ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. શાળા સંચાલકો એક્ટિવિટીઝ અને વધારાની ફીની માંગણી કરતા હોવાનો આરોપ વાલીઓએ કર્યા હતા.

ઓનલાઈન એજ્યુકેશન બંધ કરાતા વાલીઓ દ્વારા વિરોધ

શાળા સંચાલકો સામે આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન એપ્લિકેશન વાલીઓને જાણ કર્યા વિના જ બંધ કરી દેવામાં આવી છે. એક્ટિવિટીઝ સહિત અલગ-અલગ ફીની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ પણ ફી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ઉઘરાવી શકશે નહીં. તેમ છતાં એલ.પી.સવાણી શાળાના સંચાલકો દ્વારા મોટી ફીની માંગણી કરવામાં આવી રહી છે. જેથી વાલીઓ ફી ભરવા તૈયાર ન થતા ઓનલાઈન એજ્યુકેશન બાળકોનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારી આ મામલે મધ્યસ્થિ કરી સમસ્યાનો હલ લાવે તેવી વાલીઓએ માંગ છે.

ABOUT THE AUTHOR

...view details