સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા માતો શ્રી વિદ્યાલય સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. મંજૂરી માટે ખોટા પુરાવા રજૂ કરનાર ટ્રસ્ટી સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શિક્ષણ કચેરીના શિક્ષણ નિરીક્ષક અરુણ અગ્રવાલે નવાગામ ડિંડોલીની માતો શ્રી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી સુભાષ ભાવ પાટીલ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમને નોંધાવેલી ફરિયાદ મુજબ હરિહર નગર પાસે માતો શ્રી સેવા ટ્રસ્ટ ઉધના સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. ટ્રસ્ટી દ્વારા રજૂ થયેલા પુરાવાને આધારે શાળાઓને માન્યતા આપી દેવામાં આવી હતી. પરંતું ઓનલાઈન અરજી સમયે રજૂ થયેલા પુરાવા બનાવટી હોવાનું પાછળથી સામે આવ્યું હતું.
શિક્ષણ વિભાગમાં ખોટા પુરાવા રજૂ કરાતા શાળાની માન્યતા રદ્દ, ટ્રસ્ટી વિરુદ્ધ કેસ - શિક્ષણ વિભાગ
સુરત: નવાગામ ડિંડોલીની માતો શ્રી વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગમાં ખોટા પુરાવા રજૂ કર્યા હતા. જે અંતર્ગત શિક્ષણ વિભાગના અધિકારીઓએ શાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શાળાએ મંજૂરી માટે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં ખોટા પુરાવા રજૂ કર્યાનો ભાંડો પાછળથી ફૂટયો હતો. જે આધારે શાળાની માન્યતા રદ્દ કરાઈ હતી. અને ખોટા પુરાવા રજુ કરવા બદલ ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
surat news in gujarati
ટ્રસ્ટી દ્વારા જ્યારે ધોરણ 9 અને 11 માટે કાયમી નોંધણી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ, ત્યારે પુરાવા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે શાળાની મંજૂરી રદ્દ કરવાની સાથે સુભાષ પાટીલ સામે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.