ગુજરાત

gujarat

સુરતમાં બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં જૂઓ શું ભરીને વેચવાનું કૌભાંડ થતું હતું

By

Published : May 31, 2022, 4:09 PM IST

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુ(Shampoo of branded company in Surat) વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમરોલી પોલીસે(Amaroli Police) કોસાડ આવાસમાં 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

સુરતમાં બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેચવાનું સામે આવ્યું કૌભાંડ
સુરતમાં બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેચવાનું સામે આવ્યું કૌભાંડ

સુરત: બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ(Scam of Selling Duplicate Shampoo) અમરોલી પોલીસે(Amaroli Police) ઝડપી પાડ્યું છે. અમરોલી પોલીસે કોસાડ આવાસમાં દરોડો પાડી 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પૂનો 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ

આ પણ વાંચો:CBI Raid on Stock Broker in Gandhinagar : હવે પ્રતિષ્ઠિત શેરદલાલ પર સીબીઆઈ દરોડા, કેમ પડી રહ્યાં છે તે જાણો

અમરોલી કોસાડ આવાસ એચ-1, બિલ્ડીંગમાં દરોડો પાડ્યો -હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીના કર્મચારીઓને માહિતી મળી હતી કે સુરતના અમરોલી વિસ્તારમાં તેઓની કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ થઈ રહ્યું છે. જેથી આ અંગે અમરોલી પોલીસ મથકમાં(Amaroli Police Station) જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસે ટીમ(Amaroli police team) બનાવી અમરોલી કોસાડ આવાસ એચ-1, બિલ્ડીંગમાં દરોડો પાડ્યો(Scandal of selling duplicate shampoo) હતો.

પોલીસે અહીંથી 4 મોબાઇલ ફોન તેમજ 1581 જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી કુલ 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો:Bhavnagar GST Fraud Case : 762 કરોડના GST કૌભાંડનો ફરાર આરોપી નિલેશ પટેલ અમદાવાદથી ઝડપાયો

1581 જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી -અહીંથી પોલીસે તપાસ કરતા હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીના(Hindustan Unilever Limited Company) ડવ, ટ્રેસમી, ક્લિનિક પ્લસ, સનસીલ્ક જેવી બ્રાંડના શેમ્પુની બોટલોમા ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે અહીંથી 4 મોબાઇલ ફોન તેમજ 1581 જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી કુલ 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ ઘટનામાં પોલીસે રાજુદીન છોટેખાન મનીહાર, મુહમ્મદ જીશાન મુહમ્મદ જલીલ, નાજીમ કલ્લન ખસરા, કમરૂદીન છોટેખાન મનીહારની ધરપકડ કરી છે. અને આ મામલે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details