ગુજરાત

gujarat

ETV Bharat / city

બારડોલી હોસ્પિટલના કેશ કાઉન્ટરમાંથી અજાણ્યો શખ્સ 50 હજાર રૂપિયા સેરવી ગયો - crime news of surat

સુરત જિલ્લાના બારડોલી ખાતે ધુલિયા ચાર રસ્તા પાસે આવેલી બારડોલી હોસ્પિટલમાં છુટા લેવા આવેલો એક શખ્સ રિસેપ્શન ટેબલમાંથી રૂપિયા 50 હજારની ચોરી કરી જતો રહ્યો હતો. આ અંગે હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલી હોસ્પિટલના કેશ કાઉન્ટરમાંથી અજાણ્યો શખ્સ રૂ. 50 હજાર સેરવી ગયો
બારડોલી હોસ્પિટલના કેશ કાઉન્ટરમાંથી અજાણ્યો શખ્સ રૂ. 50 હજાર સેરવી ગયો

By

Published : Oct 12, 2020, 1:14 PM IST

સુરત: બારડોલીના ધુલિયા ચાર રસ્તા ખાતે આવેલી બારડોલી હોસ્પિટલમાં છુટા લેવાના બહાને આવેલો અજાણ્યો શખ્સ હોસ્પિટલના કાઉન્ટરમાંથી રૂપિયા 50 હજાર લઈને રફૂચક્કર થઈ ગયો હતો.

બારડોલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રવિવારે સાંજે એક અજાણ્યો શખ્સ રિસેપ્શનીસ્ટ પાસે આવ્યો હતો અને છુટા પૈસાની માંગણી કરી હતી. પરંતુ રિસેપ્શનીસ્ટે છુટા ન હોવાનું કહેતા આ યુવકે પોતે ડૉ. જેનિલની ઓળખાણ આપી હતી અને તેઓ સારી રીતે ઓળખતા હોવાનું જણાવ્યું હતું.

આથી રિસેપ્શનીસ્ટ હોસ્પિટલના ડૉ. ક્રીનલને આ બાબતે પૂછવા માટે અંદર ગઈ હતી જે દરમિયાન આ શખ્સ રિસેપ્શનીસ્ટના ટેબલમાંથી રૂપિયા 50 હજાર લઈને નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બારડોલી હોસ્પિટલના ડૉ. ક્રીનલ મોડી સાંજે સ્ટાફ સાથે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details