ગુજરાત

gujarat

ETV Bharat / city

કોઈ વ્યક્તિ પાલિકાના કર્મચારી હોવાની ઓળખ આપે તો થઈ જજો સાવધાન, નહીં તો થઈ જશે લૂંટ - Surat Loot captured in CCTV Camera

સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓની ઓળખ (Robbery in the name of a municipal employee) આપી લૂંટારુંઓએ લૂંટ (Robbery in Adajan of Surat) ચલાવી હતી. લૂંટારુંઓ પાણી ચેક કરવા આવ્યા હોવાનું જણાવી ઘરમાં ઘૂસ્યા હતા. તો હવે આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કોઈ વ્યક્તિ પાલિકાના કર્મચારી હોવાની ઓળખ આપે તો થઈ જજો સાવધાન, નહીં તો થઈ જશે લૂંટ
કોઈ વ્યક્તિ પાલિકાના કર્મચારી હોવાની ઓળખ આપે તો થઈ જજો સાવધાન, નહીં તો થઈ જશે લૂંટ

By

Published : Jul 7, 2022, 2:50 PM IST

સુરતઃ અત્યારે લૂંટારુઓએ લૂંટ કરવા માટે નવા નવા રસ્તા અપનાવ્યા છે. ત્યારે સુરતના અડાજણમાં લૂંટારુંઓએ તો હદ જ કરી દીધી હતી. અહીં લૂંટારુંઓએ મહાનગરપાલિકાના કર્મચારી હોવાની ઓળખ આપી લૂંટ ચલાવી (Robbery in Adajan of Surat) હતી. લૂંટારુંઓ અહીં સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા હતા.

મહિલાઓને બેભાન કરવાનો કરાયો પ્રયાસ

મહિલાઓને બેભાન કરવાનો કરાયો પ્રયાસ - આ અંગે મળતી માહિતી અનુસાર, અડાજણ વિસ્તારની મહિલાઓ જે લોકોને સુરત મહાનગરપાલિકાના કર્મચારી સમજી (Robbery in the name of a municipal employee) રહી હતી. તેઓ તો લૂંટારું નીકળ્યા હતા. અહીં પીકે વિલાસ સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલના ત્યાં આ બુધવારે 3લૂંટારુંઓ આવ્યા હતા.

લૂંટારુંઓએ આપી ખોટી ઓળખ-લૂંટારુંઓએ મહાનગરપાલિકાના કર્મચારી હોવાની ઓળખ (Robbery in the name of a municipal employee) આપી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, તે સમયે ઘરમાં માત્ર પરિવારની મહિલાઓ જ હતી. તે દરમિયાન લૂંટારુંઓએ મહિલાઓને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Loot captured in CCTV Camera) કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો-અચાનક ચડી આવેલા લૂંટારૂઓએ જોતજોતામાં બંદુક કાઢી ગોળી મારી દીધી

લૂંટારુંઓ મનપાના યુનિફોર્મમાં આવ્યા હતા - આ ત્રણેય લૂંટારુંઓએ મહાનગરપાલિકાનો યુનિફોર્મ (Robbery in the name of a municipal employee) પણ પહેર્યો હતો. એટલે પરિવારના સભ્યોને લાગ્યું કે, આ તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ (Robbery in the name of a municipal employee) છે. ત્રણેય પાણીની ટાંકી ચેક કરીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેજસ પટેલ પણ ઘરેથી એક કામ માટે બહાર નીકળ્યા હતા. ત્યારે આ ત્રણેય લૂંટારુંઓ ફરીથી ઘરે આવ્યા હતા. જેતે સમયે ઘરમાં મહિલાઓ હતી. તે સમયે લૂંટારુંઓએ આ ત્રણેય મહિલાઓને બેભાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તો આ લૂંટારુંઓ મહિલાઓને બેભાન કરવા માટે કેમિકલ પણ સાથે લઈને આવ્યા હતા.

આ પણ વાંચો-સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી

સમગ્ર ઘટના CCTVમાં કેદ -પરિવારની મહિલાઓમાંથી એક મહિલાએ તો બેભાન થવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ તેઓ ઊભા થઈને બૂમાબૂમ કરી હતી. તેના કારણે લૂંટારુંઓ ઘરમાંથી ભાગી ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Loot captured in CCTV Camera) કેદ થઈ હતી. મહિલાઓને લાગ્યું કે, આ તમામ મહાનગરપાલિકાના (Robbery in the name of a municipal employee) કર્મચારીઓ છે. આ જ કારણ હતું કે, તેમણે ઘરની અંદર આ ત્રણેયને આવવા દીધા હતા. આ સમગ્ર ઘટના અંગે ખેડૂત તેજસ પટેલે અડાજણ પોલીસ મથકમાં (Adajan Police Station) લેખિત ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે સમગ્ર ઘટનાક્રમ ની તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details