ગુજરાત

gujarat

ETV Bharat / city

અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ - સ્ટેન્ડેક્સ જ્વેલરી એકસપોર્ટ

કરોના મહામારીની વચ્ચે ચાઇના અને અમેરિકા વચ્ચે ખટાશભર્યા સબંધો ચાલી રહ્યા છે. આ બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને કારણે ભારતને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મોટો ફાયદો થઇ રહ્યો છે. ડાયમંડ સિટી સુરતની ઓળખ વિશ્વ ફલક પર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. America Chine Trade war Indian Gems and Diamond Market Surat Diamond City

અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ
અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ

By

Published : Aug 23, 2022, 10:48 PM IST

સુરતકોરોનાકાળથી ચાઇના અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ખટાશની પરિસ્થિતિના (America Chine Trade war) કારણે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને (Gems and Jewelery Industry of India) ખાસો લાભ થઈ રહ્યો છે. વર્ષ 2021 અને 2022માં 68000 કરોડનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. અગાઉ આ વેપાર ચાઇના મારફતે કરવામાં આવતો હતો, પરંતુ કોરોનાકાળથી આ એક્સપોર્ટ (Record breaking exports) ભારત પ્રત્યક્ષ રીતે કરી રહ્યું છે.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાભ થઈ રહ્યો છે.

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાભ થઈ રહ્યો છે. આ ટ્રેડ વોરના કારણે ડાયમંડ સિટી સુરતની ઓળખ વિશ્વ ફલક પર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે.

આ પણ વાંચોકોરોના કાળમાં પણ પ્રગતી કરતો સુરતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ, હીરાના એક્સપોર્ટમાં 70 ટકાનો વધારો

બન્ને દેશો વચ્ચે તકરાર સુરતનો હીરા ઉદ્યોગ સામેના પ્રવાહની સાથે સતત બદલાતો રહ્યો છે. આ કારણે જ ખૂબ જ મોટો લાભ આ વખતે મળી રહ્યો છે. હાલ પણ તાઇવાનને લઈ અમેરિકા અને ચાઇના વચ્ચે જે પરિસ્થિતિ છે. તેનાથી કહી શકાય કે, તેમની વચ્ચે ચાલી રહેલા ખટાશ આવનાર દિવસોમાં વધી શકે છે. કોરોનાકાળથી જ બન્ને દેશો વચ્ચે તકરાર ચાલી રહી છે. જેનો સીધો લાભ ભારત હીરા ઉદ્યોગને થઈ રહ્યો છે.

ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે ડંકો39 હજાર કરોડનું સ્ટેન્ડેક્સ જ્વેલરી એકસપોર્ટ અંગે જેમ્સ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના (Gem Jewelery Promotion Council of India) વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સુરત ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે ડંકો વગાડશે એવી પૂર્ણ શક્યતાઓ છે.

આ પણ વાંચોપોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ, રફ ડાયમંડના ભાવમાં 25 ટકાનો વધારો

સ્ટેન્ડેક્સ જ્વેલરી એકસપોર્ટવર્ષ 2021 2022ની જો વાત કરીએ તો ગોલ્ડ અને જ્વેલરી સાથે સ્ટેન્ડેક્સ જ્વેલરી એકસપોર્ટ (Standex Jewelery Export) 68,000 કરોડનું કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 39 હજાર કરોડનું સ્ટેન્ડેક્સ જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. હાલ 450 જેટલી કંપનીઓ કામ કરી રહી છે. વેલ્યુ એડિસનના હિસાબે હવે ઓર્ડર પણ સારા મળતા થયા છે.

ABOUT THE AUTHOR

...view details