સુરતઃ એશિયાનું સૌથી મોટું માર્કેટ સુરત કાપડ બજાર અત્યારે મંદીમાં (Recession in Surat Textile Market) સપડાયું છે. રમઝાન, લગ્નસરાની સિઝન હોવા છતાં માર્કેટમાં ખરીદી નહીંવત્ છે. 5,000 કરોડ રૂપિયાની ખરીદી આ સિઝનમાં થતી હોય છે પરંતુ માર્કેટમાં અન્ય અન્ય રાજ્યોના વેપારીઓ પૂછપરછ પણ કરી રહ્યા નથી.
કાપડ માર્કેટમાં ખરીદી ઘટી આ પણ વાંચો-Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી
કાપડ માર્કેટમાં ખરીદી ઘટી
રમઝાન, શાળા યુનિફોર્મ અને અખાત્રીજ સામે હોવા છતાં કાપડ માર્કેટમાં ખરીદી જોવા (Recession in Surat Textile Market) મળી રહી નથી. 2 મહિના દરમિયાન લગ્ન સહિત અન્ય પર્વોમાં કાપડ માર્કેટમાં 5,000 કરોડ રૂપિયાની ખરીદી થતી (Shopping in Surat textile market declined) હોય છે.
ક્રુડના ભાવ વધતા કેમિકલ પણ થયા મોંઘા
કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ પણ નવી ઘરાકી સાવ પાંખી (Shopping in Surat textile market declined) રહી છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાં હાલ ઓછી ઘરાકીથી મંદીનો માહોલ છે. બીજી બાજુ ક્રૂડના ભાવ વધતા કેમિકલ પણ મોંઘા થયા છે. આગામી દિવસોમાં કાપડના ભાવ વધે તેવી સંભાવનાઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો-Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!
દર વર્ષે આ સિઝનમાં 5,000 કરોડની ખરીદી થતી હોય છે
ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના (Federation of Surat Textile Traders Association) ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ ચૂંટણીના કારણે અનેક શ્રમિકો ઘરે ગયા છે, જે હોળી પછી પરત આવશે. અત્યારે માર્કેટમાં ઘરાકી (Shopping in Surat textile market declined) નહિવત છે. ક્રૂડ ઓઈલના ભાવ જે રીતે વધી રહ્યા છે. તેના કારણે આગામી દિવસોમાં યાર્ન સહિત કેમિકલના ભાવોમાં વધશે. તેના કારણે કાપડના ભાવમાં પણ વધારો નોંધાશે.
શાળા શરૂ થયા પછી પણ યુનિફોર્મની માગ વધી નથી
શાળાઓ શરૂ થયા બાદ પણ યુનિફોર્મની ડિમાન્ડ એટલી નથી બીજી બાજુ 2 મહિના સુધી લગ્નસરાની સિઝન છે. તેમ છતાં ઘરાકી જોવા (Shopping in Surat textile market declined) મળી રહી નથી. અખાત્રિજની ખરીદી માટે પણ પૂછપરછ વેપારીઓ કરી રહ્યા નથી. દર વર્ષે આ સીઝનમાં 5,000 કરોડ રૂપિયાની ખરીદી થતી હોય છે.