ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત રેલવે સ્ટેશન પર કોવિડ ટેસ્ટિંગ બાબતે ETV Bharatનું રિયાલિટી ચેક

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોમાં 40 ટકાથી વધુ કેસો અન્ય રાજ્યોથી આવેલા લોકોમાં જોવા મળ્યા છે. જેથી રાજ્ય સરકાર દ્વારા શહેરના તમામ ટોલનાકા, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન કે જ્યાં હજારોની સંખ્યામાં યાત્રીઓની અવરજવર થાય છે ત્યાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે કે નહીં તે અંગેના રિયાલિટી ચેક ETV Bharat દ્વારા કરવામાં આવ્યું હતુ. જે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓની અવરજવર થતી હોય છે ત્યાં કોવિડ ટેસ્ટિંગ સેન્ટર પર 10 જેટલા યાત્રીઓ પણ કોરોના ટેસ્ટિંગ કરતા જોવા મળ્યા નહોતા.

સુરત રેલવે સ્ટેશન પર કોવિડ ટેસ્ટીંગ બાબતે ETV BHARATનું રિયાલિટી ચેક
સુરત રેલવે સ્ટેશન પર કોવિડ ટેસ્ટીંગ બાબતે ETV BHARATનું રિયાલિટી ચેક

By

Published : Apr 9, 2021, 4:18 PM IST

Updated : Apr 9, 2021, 5:59 PM IST

  • સુરતમાં કોરોના વાઇરસનો કહેય યથાવત
  • ETV Bharatનું રિયાલિટી ચેક
  • રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓની અવર જવર રહે છે
  • પ્રવાસી માસ્ક વગર જોવા મળ્યા

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક

સુરતઃશહેરના રેલવે સ્ટેશન પર આવતા તમામ યાત્રીઓ અને રેલવે સ્ટેશનથી અન્ય રાજ્યોમાં જતા યાત્રીઓ કોરોના ટેસ્ટિંગ કર્યા વગર જઇ રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સુરત રેલવે સ્ટેશન પર દરેક રાજ્યથી મોટી સંખ્યામાં ટ્રેન આવતી હોય છે અને જેમાં હજારોની સંખ્યામાં યાત્રીઓએ યાત્રા કરીને સુરત પહોંચતા હોય છે અથવા તો સુરતથી અન્ય શહેરોમાં જતા હોય છે. સુરત રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. અનેક યાત્રીઓ રેલવે પ્લેટફોર્મ પર વગર માસ્કના જોવા મળ્યા છે.

સુરતમાં કોરોના વાઇરસનો કહેય યથાવત

કોવિડ ટેસ્ટિંગ સેન્ટર પર કાગડા ઊડે છે

રેલવે સ્ટેશન કે જ્યાં ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાં પોલીસ કર્મીઓ કે પર્યાપ્ત અધિકારીઓ પણ જોવા ન મળ્યા હતા. હજારોની સંખ્યામાં આવતા યાત્રીઓની અવર જવર રહે છે. યાત્રીઓ મુખ્ય ગેટથી રેલવે સ્ટેશનની બહાર ચાલ્યા જાય છે અથવા ટ્રેનમાં પ્રવાસ માટે આવતા હોય છે.

આ પણ વાંચોઃ રિયાલિટી ચેકઃ સરકારના ચોપડે કોરોનાથી કોઈ મોત નહીં, સ્મશાનના ચોપડે એક દિવસમાં 20થી વધુના મોત

Last Updated : Apr 9, 2021, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details